sabarkathaराष्ट्रीय

પ્રોહીબિશન ડ્રાઈવઃવિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી હિંમતનગર “બી” ડીવીઝન પોલીસ

પ્રોહીબિશન ડ્રાઈવઃવિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી હિંમતનગર “બી” ડીવીઝન પોલીસ

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેંદ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધીક્ષક સાબરકાંઠા વિજય પટેલનાઓએ ડી.જી.પીની આપેલ પ્રોહી. ડ્રાઇવ અનુસંધાને પો.સ્ટે વિસ્તારમાં સખતમાં સખત પેટ્રોલીંગ રાખી દારૂ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી શ્રી એ.કે.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એસ.જે.પંડયા તથા વી.આર.ચૌહાણ પોલીસ સબ ઇન્સપેક્ટર તથા “ડી” સ્ટાફ ના માણસો આ દિશામાં સતત વોચ તથા પેટ્રોલીંગ રાખી કાર્યરત રહેલ છે.

તા.૨૫/૧૨/૨૦૨૩ ના રોજ અમો તથા પોલીસ સબ ઇન્સ વી આર ચૌહાણ તથા ડી.સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ઘાણવા ફાટક પાસે આવતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ધાણધા ગામે રહેતો જયેન્દ્રસિંહ મગનસિંહ રાઠોડ નો વિદેશી દારૂ ની બોટલો ધાણધા ગામની સીમમાં હાથમતી નદી ઉપર બનાવેલ નવા બ્રીજપાસે નદીના પટમાં ખાડો કરી સંતાડે છે અને વેચે છે.

જેથી ડી.સ્ટાફના માણસો સાથે બાતમી હકીકત વાળી જગ્યાએ જતા એક ઇસમ અમો પોલીસને જોઇ નાસી ગયેલ અને તે ધાણધા ગામનો જયેન્દ્રસિંહ મગનસિંહ રાઠોડ હતો તે જે જગ્યાએથી નાસી ગયેલ તે જગ્યાએ જોતા નદીના પટમા ખાડો કરી ભારતીય બનાવટની ઇન્ગલીશ દારુ ની બોટલો સંતાડેલ હોય જે તમામ બોટલો ખાડામાથી બહાર કાઢી જોતા ઓફીસર ચોઇસ ક્લાસીક વ્હીસ્કી ૩૭૫ એમ.એલ.ની કાચની કંપની સીલબંધ બોટલ રાજસ્થાન બનાવટની બોટલો હોય જે બોટલો નંગ-૪૬ કિં.રૂ.૧૦,૩૫૦/- મળી આવેલ તથા ભારતીય બનાવટના વિદેશી દારૂની રોયલ સ્ટેગ ડીલક્ષ વ્હીસ્કી ૩૭૫ એમ.એલ.ની કાચની કંપની સીલબંધ બોટલ રાજસ્થાન બનાવટની જે બોટલો નંગ-૪૮ કિં.રૂ.૧૬,૫૬૦/- કુલ નંગ-૯૪ બોટલની કિં.રૂ.૨૬,૯૧૦/-નો મુદ્દામાલ તપસ અર્થે કબ્જે કરેલછે

વોન્ટેડ-જયેન્દ્રસિંહ મગનસિંહ રાઠોડરહે ધાણધા ઠાકોરવાસ તા હિંમતનગરના વિરુધ્ધ હિંમતનગર બી ડી પો.સ્ટે. સી પાર્ટ નંબર -૧૧૨૦૯૦૫૬૨૩૧૦૪૫/૨૩ પ્રોહી એકટ કલમ -૬૫એ ઈ મુજબ નો પ્રોહિ. કેસ કરવામા આવેલ છે. આમ હિંમતનગર બી ડીવિઝન પોલીસ સ્ટાફ દ્વારા પ્રોહિડ્રાઈવ દરમ્યાન ગણનાપાત્ર કેશ શોધી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

– કામગીરી કરનાર અધીકારી-કર્મચારીઓમાં (૧) પોલીસ ઇન્સપેક્ટર એસ જે પંડયા (૨) પોલીસ સબ ઇન્સ. વી આર ચૌહાણ (૩) અ.હેડ.કોન્સ જીગ્નેશકુમાર સુરેશભાઈ (૪) અ.હેડ.કોન્સ દલજીતસિંહ રામસિંહ (૫) આ.પો.કો. પ્રવિણસિંહ લાલસિંહ અને (૬) અ.પો.કો.નિકુલસિંહ મહેન્દ્રસિંહનો સમાવેશ થાય છે.

Related Articles

Back to top button