राष्ट्रीय
ન્યાયઃ પિડિત મહિલા પહેલવાનોની જીત, સરકારે ભારતીય કુશ્તી સંધ જ સસ્પેન્ડ કરી નાંખ્યું…
ન્યાયઃ પિડિત મહિલા પહેલવાનોની જીત, સરકારે ભારતીય કુશ્તી સંધ જ સસ્પેન્ડ કરી નાંખ્યું...
ભારતીય કુશ્તી સંઘને લઈને વિવાદ અને પહેલવાનોના દંગલ વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે WFI એટલે કે, ભારતીય કુશ્તી સંઘને સસ્પેન્ડ કરી દીધું છે. જેને મહિલા કુશ્તી ખેલાડીઓની જીત માનવમાં આવે છે. કેમ કે તેમણે નવા નિયુકતને બ્રિજભૂષણના સાથી ગણાવીને ન્યાય નહીં મળે એવી લાગણી વ્યકત કરી હતી.
ખેલ મંત્રાલયે રવિવારે ભારતીય કુશ્તી મહાસંઘને આગામી આદેશ સુધી સસ્પેન્ડ કરી દીધું છે, કેમ કે નવનિર્વાચિત સંસ્થાએ પહેલવાનોની તૈયારી માટે પર્યાપ્ત સમય આપ્યા વિના અંડર- 15 અને અંડર-20 રાષ્ટ્રીય ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં ઉતાવળમાં ઘોષણા કરી હતી.
ડબ્લ્યૂએફઆઈની ચૂંટણી 21 ડિસેમ્બરે થઈ હતી. જેમાં પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહના વિશ્વાસપાત્ર સંજય સિંહ અને તેમની પેનલને મોટા અંતરથી જીત મળી હતી.




