sabarkathaराष्ट्रीय

દાતા ઉમેશભાઇ પ્રજાપતિ ગલોડીયાના સહયોગથી પૂર્ણ થયું એક માનવતાનું સદકાર્ય..

વિનોદ બ્રહમભટ્ટ દ્રારા….

એક સમયે ચીનમાં ઉઘાડપગા ડોક્ટરોનો ઉલ્લેખ થતો હતો. આજે પણ આપણે કોઇને જૂતા વગર જોઇએ ત્યારે તેની દયા ઉપજી આવે તે સ્વાભાવિક છે. પગમાં જૂતા વગરનાને  ચપ્પલ મળે ેટલે જાણે ભગવાન મળ્યા કહેવાય. અને આવુ માનવતાનું કામં એક સંસ્થાએ કર્યું છે.

જેમાં આદિવાસી પ્રગતિ યુવક મંડળ-પીપલીયા તા- પોશીનાએ દાતા ઉમેશભાઇ પ્રજાપતિ ગલોડીયાના સહયોગથી જરૂરીયાતમંદને ચંપલ વિતરણ કરવામાં આવ્યુ હતું.

આજે ઉતરાયણ પવઁના દિવસે પિપલીયા તા- પોશીના ખાતે દાતાના સહયોગથી નિરાધાર જરૂરીયાતમંદ બાળકો અને બહેનોને પચાસ જોડી ચંપલનું વિતરણ કરવામાં આવ્યુ  હતું. તેમાં મંડળ તરફથી રમેશભાઇ અંગારી, પ્રકાશ અંગારી નારણભાઈ વિગેરે હાજર રહયા હતા અને ચપ્પલ વિતરણ કરીને કોઇને સહાય કર્યાની ધન્યતા અનુભવી હતી..

Related Articles

Back to top button