sabarkathaराष्ट्रीय

શ્રી પ્રફુલભાઈ આપણા ગુજરાતમાં વિકાસમાં નેતૃત્વ કરે-મિત્રવર્તુળ-શુભેચ્છકોની લાગણી

શ્રી પ્રફુલભાઈ આપણા ગુજરાતમાં વિકાસમાં નેતૃત્વ કરે-મિત્રવર્તુળ-શુભેચ્છકોની લાગણી

હિંમતનગર :ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી અને દીવ, દાદરા નગર હવેલી અને લક્ષદીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના 66મા જન્મદિન પ્રસંગે ભાજપના અગ્રણી અને એન.જી. પ્રોજેક્ટના ડાયરેક્ટર શ્રી ગોપાલસિંહ રાઠોડ તથા ભાજપના કાર્યકરો, શુભેચ્છક, મિત્રો સહિત વિશાળ સંખ્યામાં વિવિધ સંસ્થાઓમાં જન્મદિવસની ઉજવણી કરી હતી.

જેમાં હિંમતનગર સ્થિત માનસિક દિવ્યાંગ બાળકોની શાળામાં કેક કાપી બાળકોને કેક, બિસ્કીટ, ફ્રુટ નું વિતરણ કરાયું હતું, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ અને બિસ્કીટ વિતરણ કરાયું હતું જ્યારે મમતા વિકલાંગ શિશુ કેન્દ્રમાં બાળકોને કેક કાપી, બાળકોને ભોજન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

આ પ્રસંગે નાગરિક બેંકના ચેરમેન હિરેનભાઈ ગોર, પાલિકા પ્રમુખ યતીનબેન મોદી, પૂર્વ પ્રમુખ અનિરુદ્ધભાઈ સોરઠીયા, રાજેશભાઈ પંચાલ, ભગાભાઈ પરમાર, કલ્પિતભાઈ દવે, પ્રફુલભાઈ વ્યાસ, એડવોકેટ ગીરીશભાઈ ભાવસાર, હર્ષદભાઈ મિસ્ત્રી, શિરીષભાઈ મિસ્ત્રી, અમૃતભાઈ ઉપાધ્યાય, હંસાબેન પિત્રોડા, ભાવનાબેન પંડ્યા, જયેશભાઈ વ્યાસ, મિતેશ શાહ, પાલિકાના સવજીભાઈ ભાટી, શાળાના સંચાલક જીતુભાઈ પટેલ, મમતા શિશુ કેન્દ્રના જયંતીભાઈ પટેલ, ડો. આર.ડી. પરીખ, રાજુભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ, રાજુભાઈ શર્મા, પ્રદિપસિંહ રાઠોડ, કાંતાબેન પંડ્યા, દિલીપભાઈ પટેલ, જાનકીબેન રાવલ, પ્રિયંકા સડાત, રાજેન્દ્રસિંહ પરમાર સહિત અનેક અગ્રણીઓ જોડાયા હતા.

આ પ્રસંગે તમામ ઉપસ્થિત અગ્રણીઓએ પ્રફુલભાઈ પટેલના ધારાસભ્યપદ દરમિયાન હિંમતનગર શહેર તથા તાલુકાના વિકાસના કામોને યાદ કરી જણાવ્યું કે, પ્રફુલભાઈએ હિંમતનગર તાલુકામાં જ નહીં ગુજરાત રાજ્યમાં પણ અનેક કામો સરાહનીય રીતે કર્યા છે તેમ જ પોતે કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક હોવા છતાં પણ આજે પણ અનેક કાર્યકરો, સેવાભાવી સંસ્થાઓના કામો કર્યા છે તેના અમે સાક્ષી છીએ.

 

કોરોના કાળમાં પણ ઓક્સિજન, દવાઓ સહિત જરૂરિયાત મંદ વ્યક્તિઓને અનેક હોસ્પિટલોને મદદ કરી હતી પ્રફુલભાઈ પટેલના સમયે બનાવેલ હિંમતનગર નવી સિવિલ કોરોના કાળમાં આશીર્વાદરૂપ બની હતી જે અમે બધા નોંધ લઈએ છીએ ફરીથી પ્રફુલભાઈ આપણા ગુજરાતમાં વિકાસમાં નેતૃત્વ કરે તેવી બધા સૌ આશા રાખીએ, એવી લાગણી વ્યકત કરવામાં આવી હતી.

Related Articles

Back to top button