sabarkatha

પાંચ માસથી ફરારી આરોપીને ખેડવા ખાતેથી ઝડપી પાડતી ખેડબ્રહ્મા પોલીસ

પાંચ માસથી ફરારી આરોપીને ખેડવા ખાતેથી ઝડપી પાડતી ખેડબ્રહ્મા પોલીસ

નાયબ પોલીસ મહાનિરીક્ષક  શ્રી વિરેંદ્રસિંહ યાદવ  ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા,સાબરકાંઠા પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ તથા વિભાગીય પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ  ઈડર વિભાગ, ઈડર તથા સર્કલ પોલીસ ઇન્સપેક્ટર શ્રી ડી.એન.સાધુ, ખેડબ્રહ્મા સર્કલ નાઓના સીધા માર્ગ દર્શન હેઠળ લોકસભા ચુંટણી ૨૦૨૪ ચુંટણી અનુસંધાને નાસતા ફરતા આરોપીઓ પકડવાની અસરકારક કામગીરી કરવા સુચના આપેલ જે દિશામા  એ.વી.જોષી પો.સબ.ઇન્સ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન સતત કાર્યશીલ હતા

જે દરમ્યાન આજરોજ  એ.વી.જોષી પો.સબ.ઇન્સ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન તથા આ.પો.કો.વાસુભાઈ ઈન્દુભાઈ બ.નં.૫૯૦ તથા આ.પો.કોન્સ.અક્ષયભાઈ પોપટભાઈ બ.નં-૩૬૪ તથા આ.પો.કોન્સ.દિલીપભાઈ રણછોડભાઈ બ.નં-૦૧૧૧ વિગરે સ્ટાફના માણસો ખેડવા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીગમાં હતા તે દરમ્યાન રાજસ્થાન મામેર તરફથી એક ઇક્કો ગાડી આવતા એક ઇસમ શંકાસ્પદ લાગતા તેનુ નામઠામ પુછતા પોતાનુ નામ કાંતીભાઈ સાયબાભાઈ પારઘી રહે.પોણાઈ(આંબલી ફળીયુ) તા.ખેડબ્રહ્મા જી.સાબરકાંઠાનો હોવાનુ જણાવતો હોઈ જેનુ નામ પોકેટકોપમાં સર્ચ કરી જોતા સદરી ઇસમ ખેડબ્રહ્મા પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૮૨૩૦૮૬૭/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૪૦૬,૪૧૯,૩૯૫,૫૦૬(૨), ૧૨૦ (બી),૩૪ મુજબના ગુન્હામા છેલ્લા પાંચ માસથી નાસતો-ફરતો આરોપી હોવાનુ માલુમ પડેલ જેને હસ્તગત કરી પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

આમ છેલ્લા પાંચ માસથી લુંટ-ધાડના ગંભીર ગુન્હામા નાસતા ફરતા આરોપીને પકડી પાડવામા ખેડબ્રહ્મા પોલીસને સફળતા મળેલ છે.

Related Articles

Back to top button