राष्ट्रीय

ટેકેદારોનો દાવો-એકલવીર “મેવાણી” 156 ઉપર ભારે પડે છે…! .યાર,. અદેખાઈની પણ હદ હોય…!

પ્રતિનિધિ:જયેશ ધેયડા…

વડગામ તાલુકાના સીસરાણા ગામે વડગામના ધારાસભ્યશ્રી જીજ્ઞેશભાઈ મેવાણી એ PHC મંજૂર કરાવ્યું હતું અને જલ્દીથી કાર્યરત થાય એ માટે અથાગ પ્રયત્ન કર્યા હતા. સ્થળ નક્કી થયા પછી જ્યારે ઉદ્ઘાટનનો સમય આવ્યો એટલે જે ઉદ્ઘાટન મેવાણીના હાથે થવું જોઈતું હતું એની જગ્યા એ આમંત્રણ પત્રિકામાં એમનું નામ પણ લખવામાં ન આવ્યું, એમ તેમના ટેકેદારોએ જણાવ્યું હતું.

તેમના ટેકેદારોના કહેવા પ્રમાણે, ,આજે ભાજપના પૂર્વ મંત્રી કિર્તિસિંહ ચાવડાના હાથે PHC નું ઉદ્ઘાટન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ એક લડાયક નેતાને જાણી જોઈને અપમાનિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પણ લોકોને જ્યારે આ વાતની જાણ થઈ એટલે આજુબાજુના ગામડામાંથી મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમના સ્થળે ઉમટી આવ્યા અને મેવાણીની અવગણનાનો સજ્જડ વિરોધ નોંધાવ્યો. લોકોનો ઉગ્ર રોષ અને મેવાણી પ્રત્યેની લાગણી જોઈને છેવટે ભાજપના પૂર્વ મંત્રીના બદલે બનાસકાંઠા જિલ્લાના વડા કહેવાય એવા કલેકટરશ્રીના હસ્તે આજે PHC ખુલ્લું મુકવામાં આવ્યું અને મામલો થાળે પાડવામાં આવ્યો હતો.

મેવાણીના ટેકેદારૈએ એમ કહ્યું કે, અહીં સવાલ એ થાય છે કે એક ચુંટાયેલા લોકપ્રિય ધારાસભ્ય પ્રત્યે આવી ધડ માથા વગરની અદેખાઈ શા માટે ? કહેવાનું એટલું જ કે સિંહોનું ટોળું ન હોય… 156 ભેગા તો થઈ ગયા પણ એમને બધાને ફફડાટ તો “મેવાણી” નો જ છે… મેવાણી… ફક્ત નામ જ કાફી છે. એટલે “ફક્ત ઉદ્ઘાટન” માટે હરખ પડુદા રહેતા ભાજપના નેતાઓને એક વણમાંગી સલાહ આપીંએ  છીએ કે સખણા રેજો… હજુ તો ત્રાડ જ નાંખી છે, તરાપ મારવાનું બાકી છે.

Related Articles

Back to top button