અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના નવાગામ (ક)ના તળાવમાં એક યુવક ડૂબ્યાની ઘટના બની છે.
વિગતે જોઇએ તો, રૂપલી તળાવમાં ન્હાવા જતા એક યુવક ડૂબી ગયો હતો. ડૂબનાર યુવકનું નામ ધો 12 માં અભ્યાસ કરનાર મનાત મિથુન હોવાનું બહાર આવ્યું છે.
સ્થાનિક વહીવટી તંત્રએ મોડાસા ફાયર વિભાગને આ અંગેની જાણ કરી હતી. સ્થળ પર પહોંચીને મોડાસા ફાયરની ટીમે મિથુન મનાતનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
આ ઘટના અંગે ઇસરી પોલીસે સમગ્ર બાબતે હાથ ધરી તપાસ છે.




