राष्ट्रीय

રિઝર્વ બેંક કહે છે- સોરી, હમણાં રેપો રેટ નહીં ઘટે, ફૂગાવો ઘટે ત્યારે જોઇશું….

રિઝર્વ બેંક કહે છે- સોરી, હમણાં રેપો રેટ નહીં ઘટે, ફૂગાવો ઘટે ત્યારે જોઇશું....

મજબૂત આર્થિક વિકાસ દર તથા ઊંચા ફુગાવાને  ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનિટરી પોલિસી કમિટિ (MPC) ત્રણ દિવસની બેઠકના અંતે આજે રેપો રેટની જાહેરાત કરી દીધી છે. RBI સતત સાતમી વખત રેપો રેટ યથાવત રાખ્યા છે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી , 2023માં રેપો રેટમાં વધારો કરી 6.50 ટકાના સ્તરે લઈ જવાયા બાદ રિઝર્વ બેન્કે ત્યારપછીની દરેક બેઠકમાં વ્યાજ દર જાળવી રાખ્યો છે.

ભારતનો આર્થિક વિકાસ ૨૦૨૩ના ડિસેમ્બર ત્રિમાસિકમાં દર 8.40 ટકા રહ્યો હતો જે મોટા અર્થતંત્રમાં સૌથી વધુ હતો. આ ઉપરાંત ફેબ્રુઆરીનો ફુગાવો પણ અપેક્ષા કરતા વધુ રહી 5.09 ટકા આવ્યો હતો. જે રિઝર્વ બેન્કના 4 ટકાના ટાર્ગેટ કરતા ઘણો ઊંચો છે. જ્યાંસુધી ફુગાવો 4 ટકાની આસપાસ નહીં આવે ત્યાંસુધી રેપો રેટમાં ઘટાડો વહેલો ગણાશે એમ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે અગાઉ નિરીક્ષણ કર્યું હતું.

Related Articles

Back to top button