sabarkatha

બાળાને ગણતરીના દિવસમા શોધી તેના વાલી વારસને સોંપતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ….

બાળાને ગણતરીના દિવસમા શોધી તેના વાલી વારસને સોંપતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ....

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેંદ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક  વિજય પટેલ સાબરકાંઠા હિંમતનગર નાઓએ સાબરકાંઠા જીલ્લામાં અપહરણના ગુન્હા ગંભીરતાને ધ્યાને લઇ સગીરવયની બાળાને શોધી કાઢવા સારુ સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી  એ કે પટેલ ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર આર ટી ઉદાવત તથા પોલીસ સબ ઇન્સ કે યુ ચૌધરી તથા ડી સ્ટાફ ના માણસો આ દિશામાં સતત વોચ રાખી કાર્યરત રહેલ છે..

તા.૦૧/૦૬/૨૦૨૪ના હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન એ પાર્ટ ૧૧૨૦૯૦૫૬૨૪૦૫૮૦/૨૦૨૪ આઇ પી સી કલમ ૩૬૩ મુજબનો ગુન્હો રજી. થયા બાદ અમોએ જરૂરી માર્ગદર્શન આપેલ અને ગુન્હાની તપાસ પો.સ.ઇ કે યુ ચૌધરી કરતા હોય તે દરમ્યાન તા.૦૨/૦૬/૨૦૨૪ના રોજ ટેકનીકલ સોર્સ તથા હ્યુમન સોર્સીસના આધારે એક મોબાઇલ નંબરની હકીકત મળેલ અને તે નંબરની ઉડાણપુર્વક તપાસ કરી સગીરવયની બાળાનો સંપર્ક કરી હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમા દાખલ થયેલ ગુન્હા સબબ સગીરવયની બાળાને ગણતરીના દિવસમા શોધી તેના વાલીવારસને સોપેલ છે

આમ ગુન્હાની ગંભીતરતા ધ્યાને લઇ તપાસ હાથ ધરતા હિંમતનગર બી ડીવીઝન પોલીસના સ્ટાફ ધ્વારા સગીરવયની બાળાને તેના માતા પિતાને સોપી પ્રશંશનીય કામગીરી કરેલ છે.

આ કેસમાં કામગીરી કરનાર અધીકારી- કર્મચારીઓમાં (૧) આર ટી ઉદાવત પોલીસ ઇન્સપેક્ટર (૨) કે યુ ચૌધરી પોલીસ સબ ઇન્સ (૩) અ.હેડ.કોન્સ જીગ્નેશકુમાર સુરેશભાઇ (૪) વુ.પો.કો.પાર્વતીબેન સંભુભાઇનો સમાવેશ થાય છે એમ આર ટી ઉદાવત, પોલીસ ઇન્સપેક્ટર હિંમતનગર બી ડી પો.સ્ટે. દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Related Articles

Back to top button