sabarkathaराष्ट्रीय
મહારાજા વખતની હોસ્પિટલમાં તૂટેલુ બોર્ડ સુધારવા લોકલાગણી…રાજવીનું ઉચિત સન્માન જાળવો
મહારાજા વખતની હોસ્પિટલમાં તૂટેલુ બોર્ડ સુધારવા લોકલાગણી...રાજવીનું ઉચિત સન્માન જાળવો
હિંમતનગર શહેરમાં મધ્યમાં આવેલી જૂની સિવિલ હોસ્પિટલ જે મહારાજા શ્રી સર પ્રતાપ જનરલ નામથી ઓળખાય છે તેમાં મહારાજા સાહેબના નામનો બોર્ડ હાલ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે.
જોકે વર્ષ 1993માં સ્થાપિત થયેલી મહારાજા સાહેબની હોસ્પિટલે પ્રજા આરોગ્ય માટે ખૂબ સરસ કાર્ય કરેલું છે. પરંતુ અત્યારે હાલમાં સાબરકાંઠા આરોગ્ય તંત્ર દ્વારા જૂની સિવિલ હોસ્પિટલ મહારાજા શ્રી સર પ્રતાપ જનરલ હોસ્પિટલ નામનું બોર્ડ તૂટી ગયેલી હાલતમાં છે. તેને તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરાવવામાં આવે એવી લોક લાગણી જોવા મળી રહી છે.




