sabarkathaराष्ट्रीय
જીવદયાઃ અધધ..200 કિલો દોરીના જથ્થાનો નાશ કરાયો….અનેક અબોલના જીવ બચ્યા..
જીવદયાઃ અધધ..200 કિલો દોરીના જથ્થાનો નાશ કરાયો....અનેક અબોલના જીવ બચ્યા..
પતગોનો તહેવાર પૂર્ણ થયો છે. સાબરકાંઠા જિલ્લામાં હજારો પતંગો આકાશે ચડી અને કપાઇને નીચે પડી તો તેની સાથે પતંગની દોરી પણ પડેલી જોવા મળી. અને એક જીવદયાપ્રેમીએ આ રીતે કપાયેલી પતંગોની દોરી એકત્ર કરી ત્યારે તેનું વજન 200 કિલો થયું હતું.
વિગતે જોઇએ તો, હિંમતનગર શહેરમાં આ રીતે એકત્ર કરાયેલી દોરીઓનો જથ્થો એક સ્થળે એખત્ર કર્યો ત્યારે 200 કિલો દોરીના જથ્થાનો નાશ કરવામાં કરવામાં આવ્યો હતો.. નોંધનીય છે કે, ઉતરાયણ અને વાસી ઉતરાયણના દિવસે ઝાડ, મકાનો અને જાહેર જગ્યાએ આ દોરી જોવા મળતી હોય છે….
પતંગની આ દોરી પક્ષીઓ માટે જીવલેણ સાબિત થતી હોય છે. હિંમતનગરના જીવદયા પ્રેમી અલ્પેશભાઈ બારોટે 2 દિવસમાં 200 કિલો દોરી ભેગી કરી દોરીને સળગાવીને તેનો નાશ કર્યો હતો.




