શું આજે પણ ભારતમાં સ્ત્રીઓની મંડી ભરાય છે? સમાચારમાં કેટલું તથ્ય છે..?
શું આજે પણ ભારતમાં સ્ત્રીઓની મંડી ભરાય છે? સમાચારમાં કેટલું તથ્ય છે..?
વેશ્યાવૃતિ એક એવો ધંધો છે જે પ્રાચીન સમયથી ચાલી રહ્યો છે. ઈતિહાસના પન્નામાં એવી ઘણી કહાનીઓ મળી જશે જેમાં રાજાઓના દરબારમાં વેશ્યાઓની સંખ્યાનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. પરંતુ હવે બદલાતા સમયની સાથે આ વ્યવસાયે નવું રૂપ લઈ લીધું છે. ભારતમાં અત્યારે પણ આ વ્યવસાય પદડાની પાછળ ચાલી રહ્યો છે.
આજે અમે તમને ભારતના આ કાળા સત્ય વિશે જણાવીશું જ્યાં વેશ્યાવૃત્તિ હવે પરંપરાગત વ્યવસાય બની ગયો છે. દેશના આ મુખ્ય જગ્યાઓ પર વેશ્યાવૃતિથી જ ઘરનું ગુજરન ચાલે છે.
યુપીના નાતપુરવા ગામમાં વેશ્યાવૃતિ- અહીંના લોકોનો સદીઓથી ચાલતો મુખ્ય વ્યવસાય છે. અહીં રહેતા નાત જ્ઞાતિના લોકો 400 વર્ષથી વધુ સમયથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. અહીં આ જાતિના લોકોની કુલ વસ્તી 5000 છે. આ ગામમાં રહેતા બાળકો તેમની માતા સાથે રહે છે અને તેમના પિતા વિશે ભાગ્યે જ જાણતા હોય છે
કર્ણાટકનો દેવદાસીસ વિસ્તાર-કર્ણાટકના દેવદાસીમાં છોકરીઓની વર્જિનિટીની હરાજી થાય છે. આ પછી છોકરીઓ પોતાનું આખું જીવન વેશ્યા તરીકે વિતાવે છે અને પોતાના પરિવાર માટે પૈસા કમાય છે. દેવદાસીઓ હિન્દુ દેવી યેલમ્માની પૂજા કરે છે, જેનો અર્થ થાય છે ભગવાનનાં ગુલામ. અહીંની પરંપરા અનુસાર, છોકરીઓના લગ્ન દેવી સાથે કરવામાં આવે છે. ત્યારબાદ તેઓ પોતાનું આખુ જીવન ધર્મને સમર્પિત કરી દે છે.
ગુજરાતનું વાડિયા ગામ- ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનું વાડિયા ગામ બદનામ ગામ તરીકે જાણીતું છે. અહીં સ્ત્રીઓ-છોકરીઓને તેમના પરિજનો દ્વારા જ દેહવ્યાપાર કરાવવામાં આવે છે. સૌથી મોટી વાત તો એ છે કે અહીંના લોકો દેહવ્યપારને એક પરંપરાના રૂપે જ જુએ છે.
વાડિયા ગામમાં સરાણિયા સમુદાયની વસતિ વધુ છે. આ સમુદાયના લોકો વણઝારાની શ્રેણીમાં આવે છે. ગુજરાતમાં આઝાદી પહેલા આ સમુદાયના લોકોનો મુખ્ય વ્યવસાય નાના-મોટા ઘરેલું સામાન બનાવવાનો હતો. આ ગામ જ્યારથી અસ્તિત્વમાં છે ત્યાં બે પ્રકારની મહિલાઓ જોવા મળે છે. એક જેમને તેમના પરિવારો દ્વારા જ દેહવ્યાપારમાં ધકેલવામાં આવી રહી છે. બીજી કે મોટી ઉંમરની મહિલાઓ છે જે ઘણી બિમારીઓથી પીડિત હોય છે. આ બિમારીઓનો ભોગ ત્યારે બની હતી જ્યારે તેઓ સેક્સ વર્કરની જિંદગી જીવતી હતી. ‘ગુજરાતનો કોઠો’ તરીકે જાણીતા આ ગામમાં સરકાર દ્વારા છેલ્લા 60 વર્ષથી વિકાસના નામે કંઇપણ કરવામાં આવ્યું નથી, એમ એક ન્યૂઝ18 નામની એક વેબ પોર્ટલમાં દાવો કરવામાં આવ્યો છે.
