राष्ट्रीयઅરવલ્લી

ધામણીયા કંપામાં જવાના રસ્તે ગરનાળું બેસી જતા 10 ફૂટનો મોટો ખાડો..જાયે તો જાયે કૈસે..

ધામણીયા કંપામાં જવાના રસ્તે ગરનાળું બેસી જતા 10 ફૂટનો મોટો ખાડો..જાયે તો જાયે કૈસે..

ધામણીયા કંપાના ગામમાં જવાના રસ્તે ગરનાળો બેસી જતા 10 ફૂટનો મોટો ખાડો પડી જતાં  ધનસુરા તરફનો રસ્તો બંધ થતાં ગ્રામજનો પરેશાન થયાં છે.

વિગતે જોઇએ તો, અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ધામડિયા કંપા ગામમાં જવાના રસ્તે આવતું એક ગરનાળુ તાજેતરમાં ભયંકર વરસાદના કારણે બેસી જતા મોટો અને ઊંડો ખાડો પડેલો છે, તેથી ગ્રામજનોને આવતા- જતા ખૂબ જ મુશ્કેલી ભોગવી પડી રહી છે.

પરંતુ વહીવટી તંત્ર દ્વારા ગામડામાં પાકા રસ્તાની સુવિધાઓ કરવામાં તો આવે છે પરંતુ આ કામગીરી કેટલી ગુણવત્તાવાળી છે તેની ખબર ચોમાસાના વરસાદમાં પડે છે, કે તંત્ર દ્વારા કેવું કામ થાય છે….! અલબત, જે હોય તે પરંતુ હાલમાં તો આ ગામની પ્રજાને ભારે મુસીબતોનો સામનો કરવો પડે છે અને તે  કોના કારણે…કોના વાંકે….કોના પાપે…?

Related Articles

Back to top button