राष्ट्रीयહિમતનગર

હિંમતનગરમાં ચોર ટોળકીનો નવો મંત્ર-એક મોકો અમને પણ..! 36 દિવસમાં 18 ચોરીઓ….

હિંમતનગરમાં ચોર ટોળકીનો નવો મંત્ર-એક મોકો અમને પણ..! 36 દિવસમાં 18 ચોરીઓ....

 “એ” ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૩૬ દિવસમા 36ની છાતી રાખી ૧૮થી વધુ ચોરીના ગુનાને ચોરોએ અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે.

સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક એવા હિંમતનગરમાં વાહન ચોરી, ઘરફોડ ચોરી સહિતના ગુનાઓને ચોર ટોળકીએ એક મોકો અમને પણ આપો..ના મંત્ર સાથે જાણે દર આંતરા દિવસે ચોરીના બનાવોને  બેખોફ થઇને અંજામ આપી રહ્યા છે.

હિંમતનગર શહેરમાં ચોરોએ જાણે ચોરી કરવાની પરમિશન લીધી હોય તેમ બેખોફ થઈને ચોરી તેમજ લૂંટ સહિતના ગુનાઓને અંજામ આપી રહ્યા છે.ત્યારે હિંમતનગર શહેરના “એ” ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરોએ પોતાના મોસ્ટ ફેવરેસ્ટ સ્થળ તરીકે સિલેક્ટ કર્યું હોય તેમ લોકોને લાગી રહ્યું છે. આંતરા દિવસે મન ફાવે તે જગ્યાએથી કોઈપણ જાતનો ડર રાખ્યા વગર બિન્દાસથી ચોરીઓને અંજામ આપી રહ્યાં છે.

આંતરા દિવસે બાઈક ,કાર તેમજ ઘરફોડ ચોરીના ગુનાઓને તસ્કરો દ્વારા બેખોફ બનીને અંજામ આપવામાં આવી રહ્યો છે. વાત એ છે કે પોલીસ દ્વારા પેટ્રોલિંગમાં કોઈ કસર છે કે પછી ચોરો સામે કોઈ કાર્યવાહી ન થતી હોવાથી હિંમતનગરમાં  તેમની હિંમત વધી રહી છે તેવું આ સતત થઇ રહેલી ચોરીઓના ગુનાઓને જોઈને  લોકોને લાગી રહ્યું છે.

દિવસે દિવસે ચોરીઓના કિસ્સાઓ વધતા જાય છે ત્યારે શહેરના લોકોમાં હવે ચોરીની દહેશત ફેલાઈ ગઈ છે. હવે વધતા જતા ગુનાઓ પર “એ” ડિવિઝન પોલીસ કાબુ મેળવે છે કે કેમ તે સવાલો ઉભા થાય છે. હાલમા તો મોટરસાયકલ ચાલકોને પોતાની મોટરસાયકલની સુરક્ષા જાતે કરવી પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.

Related Articles

Back to top button