sabarkathaराष्ट्रीय
બોલો, પાન-મસાલા ગુટકા પણ નકલી….!! રૂ. 8 લાખનો નકલીનો જથ્થો ઝડપાયો…
બોલો, પાન-મસાલા ગુટકા પણ નકલી....!! રૂ. 8 લાખનો નકલીનો જથ્થો ઝડપાયો...
નક્લી…નકલી…નકલી..માં હવે સાબરકાંઠામાં હિંમતનગરમાં નકલી બોમ્બે ગુટકા મસાલાનું કૌભાંડ ઝડપાયું છે. બોલો છે ને અફલાતૂન….નકલી મસાલા બનાવવવાનું કૌભાંડ પણ ચાલે છે. હવે આ નકલી પાન મસાલામાં મટીરિયલ્ પણ નકલી અને નુકશાનકારક જ હશે ને..?
વિગતે જોઇએ તો, હસનનગર વિસ્તાર પાસે એવીએમ કોમ્પ્લેક્ષમાં ગુટકાનું બિન અધિકૃત વેચાણ કરતા હોવાનીફરિયાદ નોંધાઇ હતી.મુંબઇ મસાલા ગૃહ ઉદ્યોગના નામે બિન અધિકૃત વેચાણ કરતા હોવાની એક ફરિયાદના પગલે દરોડો પાડવામાં આવ્યો હતો.
જેના પગલે એવી ચોંકાવનારી બાબત બહાર આવી કે શહેરમાં લાંબા સમયથી નકલી ગુટકાનું વેચાણ થઇ રહ્યું છે.
બી ડિવિઝન પોલીસે રેડ કરીને 8 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કોપીરાઈટ એકટ ગુન્હો પતિ-પત્ની સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી.




