राष्ट्रीय

મનિષ સિસોદિયાને ચૂંટણી પ્રચારની તક જ ના મળી…જામીન અરજી ફગાવાઇ..

મનિષ સિસોદિયાને ચૂંટણી પ્રચારની તક જ ના મળી...જામીન અરજી ફગાવાઇ..

આપ નેતા મનીષ સિસોદિયાને એક વખત ફરી કોર્ટમાંથી ઝટકો મળ્યો છે. દિલ્હી કોર્ટે લીકર પોલીસી કેસમાં તેમની જામીન અરજીને ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે બીજી વખત તેમની જામીન અરજીને ફગાવી દેવામાં આવી છે. આ પહેલા નીચલી કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ તેમની જામીન અરજીને ફગાવી ચુકી છે. રાઉજ એવન્યુ કોર્ટના ચુકાદાને પડકારીને હવે મનીષ સિસોદિયા હાઈકોર્ટમાં અરજી કરશે.

ઉલ્લેખનીય છે કે થોડાદિવસો પહેલા લીકર પોલીસી કેસમાં સિસોદિયાની જામીન અરજી પર રાઉજ એવન્યુ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. રાઉજ એવન્યુ કોર્ટમાં જજ કાવેરી બાવેજાની સામે સુનાવણી દરમિયાન સીબીઆઈએ કહ્યું હતું કે સિસોદિયા કોભાંડના કિંગપિન છે. તેના પગલે તેમને જામીન ન આપવા જોઈએ. સીબીઆઈએ કહ્યું કે જો સિસોદિયાને જામીન આપવામાં આવે તો તે પુરાવાઓ અને સાક્ષીઓ પર પોતાના પ્રભાવનો ઉપયોગ કરી શકે છે.

Related Articles

Back to top button