sabarkathaराष्ट्रीय

ભેટાલી ગામે તબેલામાં બિહારી યુવાનની હત્યા…પોલીસ ઘટના સ્થળે, આરોપી ફરાર..

ભેટાલી ગામે તબેલામાં બિહારી યુવાનની હત્યા...પોલીસ ઘટના સ્થળે, આરોપી ફરાર..

સાબરકાંઠામાં ઈડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશન વિભાગમાં એક 22 વર્ષીય બિહારી યુવકની હત્યાનો બનાવ બનતા પોલીસ હરકતમાં આવી હતી. જો કે પોલીસે  આ અંગે 6 માંની 4ની અટકાયત કરી ચે અને એ તમામ પણ બિહારી છે. અને તેઓ સાથે મળીને  એક તબેલામાં કામ કરતાં હતા.

હત્યાનો સમગ્ર બનાવ ભેટાલી ગામની પાસે આવેલ તબેલાની ઓફીસમાં બન્યો હતો. જેમાં પત્થર જેવા કોઇ પદાર્થથી  માથાના ભાગે અને તીક્ષ્ણ હથિયાર વડે યુવાન પર હુમલો થયો હતો. બિહારના 6 લોકો તબેલા પર કામ કરતા હતા તેમાં અગમ્ય કારણોસર હુમલો કરતા સંતોષ યાદવ નામના યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું..

મોડી રાત્રી દરમ્યાન બનેલી આ ઘટનામાં હુમલો કરનાર વ્યક્તિ શંકર યાદવ ઘટના સ્થળ છોડી પ્લાયન થયો છે. અને મળતી માહિતી મુજબ મૃતક યુવાન બિહારના આરા જિલ્લાનો  રહેવાસી. છે. ઘટનાને અંજામ આપીને આરોપી સી.સી.ટી.વીના એલ.ઇ.ડીને તોડીને ફરાર. થયો હતો.  6માંથી બાકીના 4 લોકોને જાદર પોલીસ પકડી આગળની તપાસ હાથ ધરી. છે.

સમગ્ર બાબતને લઇ સી.સી.ટી.વી કેમેરા મદદ લઈ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે પણ તેની સાથે એક પ્રશ્ન એ ચર્ચાઇ રહ્યો છે કે આંતરરાજ્યના શ્રમિકોને  કામ પર રાખવા માટે સ્થાનિક પોલીસને જાણ કરાઇ હતી કેમ.   એફએસએલ. અને એલ.સી.બી સ્થાનિક પોલીસ આગળની તપાસ હાથ ધરી છે.

Related Articles

Back to top button