गुजरातराष्ट्रीय

કોંગ્રેસ એક ડૂબતી નાવડી.., એમાં કોણ બેસે….? એક પછી એક નિકળવા લાગ્યા…

કોંગ્રેસ એક ડૂબતી નાવડી.., એમાં કોણ બેસે....? એક પછી એક નિકળવા લાગ્યા...

લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરુ થયું ગયું છે. અને હવે ટૂંક સમયમાં જ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની છે એવામાં  રાજકીય પાર્ટીના સભ્યો કોઈને કોઈ સંજોગોવશાત પોતાની પાર્ટી છોડી અન્ય પાર્ટીમાં સામેલ થઇ રહ્યા છે. એવાંમાં દેશની સૌથી જૂની પાર્ટીને  અત્યારની પરિસ્થિતિ જોતાં વધારે માર પડી રહ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પક્ષ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા  છે. એમાં ગુજરાત કોંગ્રેસના જાણીતા નામ એવા અંબરીશ ડેર અને અર્જુન મોઢવાડિયાએ પાર્ટીને અલવિદા કહી દીધું છે. અને ભાજપમાં તેઓ જોડાઈ ગયા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતા જામનગરના આહીર સમાજ અગ્રણી મુળુભાઈ કંડોરીયાએ પણ પક્ષ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે.

ગઈકાલે અંબરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા એ કોંગ્રેસમાંથી રાજીનામાં આપ્યા હતા. અને આજે કંડોરીયા એ પણ રાજીનામુ આપી દીધું હતું. ત્યારબાદ આ ત્રણેય નેતાઓ અત્યારે ભાજપમાં જોડાઈ ગયા છે અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે તેમને કેસરિયો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા છે. કોંગ્રેસની ડૂબતી નાવડી જોઈ પક્ષ પલટો કરી લીધો છે.

ત્રણેય નેતાઓને આવકારવા ભાજપમાં વેલકમ કાર્યક્રમ યોજાયો હતો અને પક્ષના મોટા નેતાઓની હાજરીમાં તેઓને આવકારવામાં આવ્યા છે. સાથે જ અંબરીશ ડેરના ભાજપમાં જોડાવાના સંકેત થોડા સમય પહેલા અમરેલીમાં યોજાયેલ એક કાર્યક્રમમાં સી.આર.પાટીલે જ આપ્યા હતા અને ત્યારબાદ આ વાતને અંબરીશ ડેરે રદિયો પણ આપ્યો હતો. પરંતુ આજે કેસરિયો ધારણ કરી તેમને આ વાત સત્ય સાબિત કરી દીધી છે.

બીજી બાજુ પોરબંદરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ પણ પક્ષ પલટો કરી લીધો છે. અને તેઓ ઘણા સમયથી પક્ષથી નારાજ ચાલતા હતા. જેથી હવે તેમને પક્ષ પલટો કરી દીધો છે. તેથી હાલ ભાજપ વધુને વધુ મજબૂત બની રહ્યું છે અને કોંગ્રેસ વધુ નબળી પડી રહી છે.

Related Articles

Back to top button