गुजरातराष्ट्रीय

ભાવ વધારોઃ બનાસ ડેરીમાં દૂધ ભરતા પશુપાલકો માટે દિવાળી પહેલાં જ દિવાળી આવી…

ભાવ વધારોઃ બનાસ ડેરીમાં દૂધ ભરતા પશુપાલકો માટે દિવાળી પહેલાં જ દિવાળી આવી...

બનાસ ડેરીના દુધ ઉત્પાદકોને ડેરી દ્વારા એક મોટી ભેટ આપવામાં આવી છે. પશુપાલકોને તહેવારોના દિવસોમાં મોટી ભેટ આપવામાં આવી છે, બનાસડેરીની ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જાહેરાત કરી છે કે, પશુપાલકોને હવે દુધના ભાવમાં વધારો મળશે. બલાસડેરીએ જાહેરાત કરી છે કે, હવે એક લીટરમાં દુધમાં 30 રૂપિયાનો વઘારો મળશે. બનાસડેરીના આ નિર્ણયથી બનાસકાંઠા જિલ્નાના સાડા ચાર લાખ પશુપાલકોને મોટો લાભ મળશે જેથી પશુપાલકોમાં આનંદ છવાઈ ગયો છે.

બનાસડેરી તરફથી પશુપાલકો અને ખેડૂતોને મોટી ભેટ આપવામાં આવી છે. બનાસડેરીએ પશુપાલકોને દુધના ભાવમાં પ્રતિ કિલોના ફેટ પર રૂપિયા 30નો વધારો આપવાની જાહેરાત કરી છે. બનાસડેરીના આ નિર્ણયથી બનાસકાંઠા જિલ્નાના સાડા ચાર લાખ પશુપાલકોને સીધો લાભ પહોંચશે. આ ભાવ વધારાની જાહેરાતથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

અંગે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે ડેરીના પ્રયત્નો એવા છે જેથી પશુપાલકોને સારું આર્થિક વળતર મળી રહે. ખેત પેદાશોના અને ઘાસચારાના ભાવ વધ્યા છે ત્યારે આ ભાવવધારાથી પશુપાલકો આનંદિત જોવા મળ્યા હતા. ખેડૂતોએ જણાવ્યું હતું કે આ ભાવવધારાથી થતા ફાયદાના પરિણામે તેઓ પશુઓના નિભાવ માટેના ખર્ચમાં સરળતાથી વધારો કરી શકે છે .

બનાસડેરીના ચેરમેર દ્વારા પશુપાલકોના હિતમાં નિર્ણય કર્યા છે. નડાબેટમા બનાસ ડેરી દ્વારા આયોજીત મહિલા જાગૃતિ સંમેલનમા ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ભાવ વધારાની જાહેરાત કરી. સાથે જ તેમણે જણાવ્યુ કે 1 ઓક્ટોમ્બરથી પશુપાલકોને નવો ભાવ મળી રહેશે. તહેવારોના સમયે બનાસ ડેરીના નિર્ણયથી લાખો પશુપાલકોને ફાયદો થશે. શંકરભાઈના આ નિર્ણયથી બનાસકાંઠાના પશુપાલકોમાં ભારે આનંદ છવાઈ ગયો છે.

Related Articles

Back to top button