ઉત્તરાખંડઃ જમીન કૌભાંડ મામલે કોંગ્રેસ નેતાના ઘરે પહોંચી ઇડી…..
ઉત્તરાખંડઃ જમીન કૌભાંડ મામલે કોંગ્રેસ નેતાના ઘરે પહોંચી ઇડી.....
ઉત્તરાખંડના કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી હરક સિંહ રાવત વિરુદ્ધ EDએ તેમનાં ઘર પર દરોડા પાડ્યા છે આ સાથે જ મોટી કાર્યવાહી કરતાં ચંદીગઢ, અને દિલ્હીમાં પણ દરોડા પાડ્યા છે. 3 રાજ્યોમાં હરક સિંહ રાવતના 12થી વધુ સ્થળો પર EDના દરોડા ચાલી રહ્યા છે.
EDના દરોડાનો એક કેસ જંગલની જમીન અંગે જ્યારે બીજો જમીન કૌભાંડ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. નોંધનીય છે કે વિજિલન્સ વિભાગે ગયા વર્ષે ઓગસ્ટમાં આ મામલે કોંગ્રેસ નેતા હરક સિંહ રાવત વિરુદ્ધ પણ કાર્યવાહી કરી હતી.
વર્ષ 2022માં ભારતીય જનતા પાર્ટીએ પાર્ટી વિરોધી ગતિવિધિઓને કારણે હરક સિંહ રાવતને તેની કેબિનેટ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી 6 વર્ષ માટે બરતરફ કરી દીધા હતા. આ પછી હરક સિંહ રાવત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયા હતા. વર્ષ 2016માં હરક સિંહ રાવત સહિત કુલ 10 ધારાસભ્યોએ પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવત સામે બળવો કરીને ભાજપમાં જોડાયા હતા.




