राष्ट्रीय

WhatsApp લગભગ અઢી કલાક બંધ રહ્યું…લોકો થયા પરેશાન…

WhatsApp લગભગ અઢી કલાક બંધ રહ્યું...લોકો થયા પરેશાન...

નવી દિલ્હીઃ ઇન્સટન્ટ મેસેજિંગ એપ WhatsApp લગભગ અઢી કલાક બાદ શરૂ થયું છે. યુઝર્સને એપ પર ‘Connecting’ લખેલું જોવા મળી રહ્યુ હતું, પરંતુ લોકો મેસેજ નથી મોકલી શકતાં નહતાં. બપોરે આશરે 12 વાગ્યાથી યુઝર્સ તેના પર કોઈપણ પ્રકારનાં પર્સનલ કે પ્રોફેશનલ મેસેજ સેન્ડ કરી શકતાં નથી.

આ અંગે WhatsAppની માલિકી કંપની મેટાએ પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, ‘અમુક યુઝર્સને મેસેજ મોકલવામાં તકલીફ થઈ રહી છે. અમે જલ્દી તેને ઠીક કરવાનું કામ કરી રહ્યા છીએ’.

આ તકલીફ iOS, એન્ડ્રોઈડ અને વેબ ત્રણેય વર્ઝનનાં યુઝર્સને થઈ રહી હતી. મેટાની માલિકીવાળા વોટ્સએપનાં યુઝર્સને ઘણાં મેસેજ મળી રહ્યા નહતા. આ એરરથી પરેશાન થયેલાં યુઝર્સ ટ્વિટર પર પણ ફરિયાદ કરી રહ્યા હતાં કે, ના તો તેમને કોઈ મેસેજ મળી રહ્યા છે ના તેઓ કોઈને મેસજ કરી શકે છે. ટ્વિટર પર હાલ WhatsApp Down ટ્રેન્ડ કરી રહ્યું છે. અમુક યુઝર્સ આના કારણે હેરાન થઈ રહ્યા હતાં, તો અમુક લોકો આ તકલીફ બાદ તેના મીમ્સ બનાવીને તેની મજા લઈ રહ્યા હતાં.

Related Articles

Back to top button