गुजरातराष्ट्रीय

ક્રિકેટ જંગઃ નમો સ્ટેડિયમમાં 300 લોકોની તબિયત લથડી….108ની સેવા લેવી પડી…

ક્રિકેટ જંગઃ નમો સ્ટેડિયમમાં 300 લોકોની તબિયત લથડી....108ની સેવા લેવી પડી...

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન મેચ વચ્ચે મેચમાં સાંજે 5 વાગ્યા સુધી 300 લોકોને ઈમરજન્સીમાં સારવાર આપવી પડી હતી. જેમાં 108ની ટીમે શાનદાર કામગીરી કરી હતી. મોટાભાગની આ ઈમરજન્સીમાં લોકો બેભાન થઈ ગયા હતા અને ચક્કર આવી ગયા હતા.

નોંધનીય છે કે આ વિકનેસના કારણે થયું હતું અથવા તો ઘણા લોકોને માથામાં દુખાવો ઉપડ્યો હતો. આનાથી ટોટલ 10 દર્દીઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવા પડે એવી નોબત આવી હતી. હાલ તેમની સ્થિતિ સ્થિર છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની રસાકસી ભરી મેચમાં ફેન્સનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. દૂર દૂર સુધી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં માત્ર ભારતીય ધ્વજ અને ટીશર્ટ જોવા મળી રહી હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની ટીશર્ટનું ધૂમ વેચાણ થયું હતું. બીજી બાજુ જોઈએ તો બેંગ્લોર, પૂણે, મુંબઈ, ઉત્તરાખંડ અને પંજાબથી દર્શકો અહીં મેદાનમાં મેચ જોવા પહોંચી ગયા હતા. તેઓ ટીમ ઈન્ડિયાને ચીયર કરવા માટે પોતાનું બેસ્ટ આપી રહ્યા હતા.

કેટલાક ફેન્સ ગદર અવતારમાં વિરાટ કોહલીના પોસ્ટર લઈને આવ્યા હતા તો કેટલાક બજરંગ બલીનો ધ્વજ લઈને ટીમ ઈન્ડિયાને ચિયર કરવા માટે પહોંચી ગયા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ભારતીય ટીમના પ્રશંસકોનો જોરદાર જમાવડો નજરે પડી રહ્યો છે.

Related Articles

Back to top button