sabarkathaराष्ट्रीय

ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા અને દોઢી રકમ ભરવા કોર્ટનું ફરમાન….

ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા અને દોઢી રકમ ભરવા કોર્ટનું ફરમાન....

ચેક રીટર્ન કેસમાં હિંમતનગર તાલુકા કોર્ટમાં સમીરકુમાર નગીનભાઈ પાલાણી(ઓડ), ૨હે.મુ.પો.રાયગઢ,તા.હિંમતનગ૨,જી.સાબરકાંઠા ૧ (એક) વર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની દોઢી રકમનો દંડ ભરવાનો હિંમતનગર કોર્ટ દ્વારા ફરમાન કરવામાં આવ્યું હોવાનું જાણીતા ધારાશાસ્ત્રી અમિત બી. ભાવસાર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

તેમણે વિગતો આપતા કહેયું કે,ચેક રીટર્ન કેસમાં હિંમતનગર કોર્ટે સમીરકુમાર નગીનભાઈ પાલાણી (ઓડ),૨હે.મુ.પો. રાયગઢ,તા.હિંમતનગ૨,જી.સાબરકાંઠાના શખ્સને ૧ (એક) વર્ષની સાદી કેદની સજા અને રૂા.૨,૪૨,૦૦૦/- પુરા વળતર પેટે ચુકવવા અને રકમ ન ભરે તો વધુ ૩(ત્રણ)માસની સજાનો હુકમ તા.૨૭-૩-૨૦૨૪ના રોજ કયો હતો..

સ્વસ્તિક લીઝ ફાઈનાન્સના માલીક/પ્રોપરાઈટ વાધેલા મહેન્દ્રસિંહ ભાવસિંહ હિંમતનગર મુકામે ફાઈનાન્સની પેઢી ધરાવતા હોઈ સદરહું ફાઈનાન્સ પેઢી પાસેથી સમીરકુમાર નગીનભાઈ પાલાણી (ઓડ), રહે.મુ.પો. રાયગઢ ,તા.હિંમતનગર,જી.સાબરકાંઠાનાએ ધીરધારના નિયમોનુસાન ધીરાણ મેળ વેલ અને જેની ઉધરાણી કરતા સમીરકુમાર નગીનભાઈ પાલાણી (ઓડ)એ ફરીયાદી પેઢીને પોતાની પ્રોમેસરી નોટ તેમજ કોટક મહિન્દ્રા બેન્ક, હિંમતનગર શાખાનો રૂા.૨,૪૨,૦૦૦/- પુરાનો તા. ૧૭-૦૯-૨૦૧૯ના રોજ ચેક આપેલ હતો.

 જે ચેક ફરીયાદી ઘ્વારા પોતાની બેન્કમાં રજુ કરતા અપૂરતા ભંડોળ ના કારણે તા.૧૮-૭-૧૯ના રોજ પરત આવતા ફરીયાદી ઘ્વારા અમિતકુમાર બાબુલાલ ભાવસાર, એડવોકેટ ઘ્વારા હિંમતનગર કોર્ટમાં નેગોશીએબલ એકટની કલમ ૧૩૮ મુજબ ફરીયાદ દાખલ કરેલ હતો.

 જે કેસમાં અમિત ભાવસાર,એડવોકેટ દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટ તેમજ નામદાર હાઈકોર્ટ દ્વારા પ્રસ્થાપિત ચુકાદા સાથેની રજુઆત/દલીલોને નામદાર કોર્ટ ધ્વારા ગ્રાહય રાખી હિંમતનગરના માનનીય ત્રીજા એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ, | જે.ડી.પાથ્યા સાહેબશ્રીએ જજમેન્ટ ફરમાવી સમીરકુમાર નગીનભાઈ પાલાણી ક (ઓડ)ને ૧ (એક) વર્ષની સાદી કેદની સજા અને રૂા.૨,૪૨,૦00/- પુરાની દોઢી રકમનો દંડ તેમજ દંડની રકમ ન ભરે તો વધુ ૩(ત્રણ)માસની સજાનો હુકમ તા.૨૭-૩-૨૦૨૪ના રોજ કયો હતો.

Related Articles

Back to top button