sabarkathaराष्ट्रीय

જીવદયાપ્રેમી ટીમ દ્વારા જ્યારે એક શ્વાનને નવજીવન મળ્યું… થેંક્સ…ટીમસ્વીટીબેન…!

જીવદયાપ્રેમી ટીમ દ્વારા જ્યારે એક શ્વાનને નવજીવન મળ્યું... થેંક્સ...ટીમસ્વીટીબેન...!

સાબરકાંઠાના મુખ્યમથક  હિંમતનગરમાં આવેલ ભોલેશ્વર એરિયામાં સાબર સ્ટેડિયમ સામે એક શ્વાનને કોઈ અજાણ્યા વાહનથી અકસ્માત થતા પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેની જાણ જીવદયા પ્રેમી કુમારભાઈ ભાટ દ્વારા ઈ.એમ.આર આઈ. ગ્રીન હેલ્થ સર્વિસ તેમજ ગુજરાત સરકારના પશુપાલન દ્વારા ચાલતી ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇનમાં જાણ કરવામાં આવી હતી.

આ કેસ સાબરકાંઠા કરુણા એનિમલ એમ્બ્યુલન્સને આપતાં ફરજ પરના પશુ ચિકિત્સક ર્ડો. સ્વીટીબેન પટેલ તાત્કાલિક પોતાની ટીમ સાથે પહોંચી શ્વાનના પગે સ્ટીચ લેવા જેવું જણાતા તાત્કાલિક ૨૦ થી ૨૨ સ્ટીચ લઇને જરૂરી સારવાર આપી નવું જીવત દાન આપ્યું હતું.

ભોલેશ્વરની જીવદયા પ્રેમી જનતા તેમજ કુમારભાઈ ભાટ દ્વારા કરુણા એનિમલ એમ્બ્યુલન્સના ર્ડો. સ્વીટીબેન પટેલ તેમજ ટીમની કામગીરી ને બિરદાવવામાં આવી હતી, તેમજ ગુજરાત સરકારની એનિમલ હેલ્પલાઇનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Related Articles

Back to top button