राष्ट्रीय

દે દનાદનઃતાઈવાનની સંસદમાં મારામારી: સાંસદો એકબીજા સાથે ઝઘડી પડ્યા…..

દે દનાદનઃતાઈવાનની સંસદમાં મારામારી: સાંસદો એકબીજા સાથે ઝઘડી પડ્યા.....

તાઈવાનની સંસદમાં શુક્રવારે જોરદાર બબાલ થઈ હતી. બબાલ એટલી જોરદાર થઈ કે એકબીજાને લાતો અને મુક્કા મારવાના દ્રશ્યો લાઈવ જોવા મળ્યા હતા. કેટલાક ફેરફારને લઈને સંસદમાં ચર્ચા ચાલી રહી હતી અને આ જ દરમિયાન માહોલ ગરમાયો અને અચાનક જ મારામારી શરૂ થઈ ગઈ હતી.

સાંસદોએ એકબીજા સાથે મારામારી કરી હતી. એક મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ સરકારના કાર્યો પર નજર રાખવા પર સાંસદોએ વધુ ભાર મુકવો જોઈએ, તે મુદ્દા પર ચર્ચા ચાલી રહી હતી.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એ વસ્તુ જોઈ શકાય છે કે કેટલાક સાંસદ ફાઈલ ઝૂંટવીને બહાર ભાગી રહ્યાં છે. અન્ય વીડિયોમાં જોવા મળ્યું કે કેટલાક સાંસદો ટેબલો પર કૂદી રહ્યાં છે. બીજી તરફ કેટલાક સાંસદોને જમીન પર ઘસડી રહ્યાં છે.

કેટલાક સાંસદોએ સ્પીકરની ચેરને ઘેરીને હોબાળો કર્યો હતો. આ મારામારી ઝડપથી શાંત પણ પડી નહોતી. તાઈવાનના નવા રાષ્ટ્રપતિ લાઈ ચિંગ જવાબદારી સંભાળવાના છે. જ્યારે બીજી તરફ તેમની પાસે સંસદમાં બહુમતી નથી.

Related Articles

Back to top button