ચોરીના મોબાઇલ સાથે કિશોરને ઝડપી પાડતી હિંમતનગર બી ડિવિઝન પોલીસ
કાયદાના સંઘર્ષમાં આવનાર કિશોર ચોરીના મોબાઇલ સાથે પકડાયો
હિંમતનગરઃ હિંમતનગર બી ડિવિઝન પોલીસે ચોરીના મોબાઇલ સાથે બાતમીના આધારે એક કિશોરને ઝડપી પાડ્યો હતો. પોલીસે કાયદાના સંઘર્ષમાં આવનાર કિશોરને પકડી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો અનુસાર તારીખ ત્રીજી ઓક્ટોબર, મંળવારે પોલીસ સબ ઇન્સ. વી આર ચૌહાણ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અ. હેડ. કોન્સ. કૃષ્ણસિંહ કાળુસિંહને બાતમી મળી હતી કે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ચોરીના દાખલ થયેલા એક ગુના સંદર્ભે તે મોબાઇલ એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરે ચોર્યો છે અને તે હાલમાં ટીવીએસ શોરૂમ પાસે ઉભો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને આ કિશોરને ઝડપી પાડ્યો હતો. તેની તલાશી લેતા તેની પાસેથી એક સ્માર્ટ મોબાઇલ ફોન મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં તેણે કબૂલ્યું હતું કે આ મોબાઇલ તેણે દોઢ મહિના પહેલા ગીરધરનગર મુકામેથી ચોરી કર્યો હતો. પોલીસે ચોરીનો મોબાઇલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




