બુલેટ ટ્રેન માટે હજુ 4 વર્ષ રાહ જોવી પડશે.., સોરી. કામ ચાલે છે…! ઉતાવળ કરશો નહીં..
બુલેટ ટ્રેન માટે હજુ 4 વર્ષ રાહ જોવી પડશે.., સોરી. કામ ચાલે છે...! ઉતાવળ કરશો નહીં..
કામ બુલેટ ગતિએ ચાલી રહ્યું છે અને 92 જેટલા પિલર તૈયાર કરી દેવામાં આવ્યા છે-મંત્રી
અમદાવાદ: કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ આજે અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં યુવાબોર્ડના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનો સાથે સંવાદ કર્યો હતો. તેમણે રેલવેમાં થયેલા ફેરફાર અને ભવિષ્યમાં આવનાર બદલાવને લઈને યુવાનોને માહિતી આપી હતી.
બુલેટ ટ્રેનનું કામ બુલેટ ગતિએ ચાલી રહ્યું છે અને 92 જેટલા પિલર તૈયાર કરી દેવામાં આવ્યા છે. તેમજ બુલેટ ટ્રેન સ્ટેશનની બિલ્ડીંગ બનવાનું કામ પણ ચાલી રહ્યું છે. અમદાવાદના સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ બિલ્ડીંગનું કામ પણ ચાલી રહ્યું છે. 2026માં દેશમાં પહેલી બુલેટ ટ્રેન ચાલશે.
કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, દેશમાં રોજના અઢી કરોડ લોકો મુસાફરી કરે છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશન બનાવવાનું કહ્યું છે. દેશમાં 199 વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશન બનાવવામાં આવશે. 134 માસ્ટર પ્લાનની તૈયારી ચાલી રહી છે. 65 ડિઝાઇન એપ્રવુલ થઈ ગયા છે. 47 સ્ટેશનના ટેન્ડર ઇશ્યુ કરવામાં આવ્યા છે અને 34 કામ ચાલી રહ્યું છે. આગામી 50 વર્ષને ધ્યાને રાખી રેલવે સ્ટેશનની ડિઝાઇન બનાવવામાં આવી છે.
અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશની કાયાપલટ થશે અને વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશન બનશે. અમદાવાદ સ્ટેશન નીચે ટ્રેક, બાદમાં પિલર, રુફ અને રોડ કનેક્ટિવિટી થશે. બાદમાં 3 માળ રુફ અને છત પર પૂરું સોલાર બનશે. રેલવે સ્ટેશનની ડિઝાઇન ફાઇનલ થઈ ગઈ છે. 12 દિવસ પહેલા પીએમએ કેબિનેટમાં મંજૂરી આપી છે. આજે અથવા બે થી 3 દિવસમાં ટેન્ડર નીકળશે.




