उत्तरप्रदेशराष्ट्रीय

જય જય ગરવી ગુજરાતઃ મંદિરનાં ગર્ભગૃહમાં 5માંથી બે તો ગુજરાતી….

જય જય ગરવી ગુજરાતઃ મંદિરનાં ગર્ભગૃહમાં 5માંથી બે તો ગુજરાતી....

અયોધ્યા મંદિરમાં આજે 22 જાન્યુઆરીએ રામ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં માત્ર પાંચ લોકો જ ગર્ભગૃહની અંદર હાજર રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા સમયે પડતો બંધ રહેશે. આ પાંચ લોકોની હાજરીમાં જ મૂર્તિની આંખ ખોલવામાં આવશે. વિધિ મુજબ પહેલા મૂર્તિને અરીસો બતાવવામાં આવશે. દલપૂજા માટે આચાર્યોની ત્રણ ટીમો બનાવવામાં આવી છે.

આ ત્રણ ટીમોમાં પ્રથમ ટીમનું નેતૃત્વ સ્વામી ગોવિંદ દેવ ગિરી કરશે. બીજી ટીમનું નેતૃત્વ કાંચી કામકોટી પીઠના શંકરાચાર્ય શંકરાચાર્ય વિજયેન્દ્ર સરસ્વતી કરશે. ત્રીજી ટીમમાં કાશીના 21 વિદ્વાનોનો સમાવેશ થાય છે.

આ પાંચ લોકોમાં જેમનો સમાવેશ થાય છે તે  મહાનુભાવો છે-

વડાપ્રધાન નરેન્દ્ર મોદી,

સીએમ યોગી આદિત્યનાથ,

આરએસએસના વડા મોહન ભાગવત,

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને

5) મુખ્ય પૂજારીનો સમાવેશ થાય છે.જેમાં વડાપ્રધાન અને રાજ્યપાલ મૂળ ગુજરાતના છે.આ ગુજરાત અને ગુજરાતીઓ માટે પણ ખાસ વાત કહેવાય.

Related Articles

Back to top button