નાસતા ફરતા આરોપીને પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ…..
નાસતા ફરતા આરોપીને પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ.....
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેંદ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાબરકાંઠા હિંમતનગર નાઓએ સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા સારુ સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી એ કે પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એન એન રબારી તથા પોલીસ સબ ઇન્સ આર બી જયસ્વાલ તથા ડી.સ્ટાફ ના માણસો આ દિશામાં સતત વોચ રાખી કાર્યરત રહેલ છે..
દરમ્યાનમાં, ૦૧/૦૩/૨૦૨૪ ના રોજ પોલીસ સબ ઇન્સ આર બી જયસ્વાલ તથા ડી.સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા ત્યારે હિમતનગર બસસ્ટેશન પાસે આવતા ડી-સ્ટાફના અ.હે.કો દલજીતસિંહ રામસિહ બ.નં-૯ નાઓને બાતમી રાહે હકીકત મળેલ કે એક ઇસમ જે હિંમતનગરના ત્રીજા એડી.જ્યુડી.મેજી.ફ.ક કોર્ટ હિંમતનગર ના ક્રીમીનલ કેસ.નં-૮૫૪/૨૦૨૧ ના ધી નેગો એક્ટ કલમ-૧૩૮ મુજબ કેદની સજા પડેલ ઇસમ જેનુ નામ ભીખાભાઇ રણછોડભાઇ મકવાણા છે જેણે બદને સફેદ કલરનો આખી બાયનો ફુલભાત વાળોશર્ટ તથા છીકણી રંગનુ પેન્ટ પહેરેલ છે તે હાલમા બસસ્ટેશન બહાર પુલ પાસે ઉભો છે.
જેથી તાત્કાલિક સ્ટાફના માણસો સાથે તે જગ્યા ઉપર પહોચી તે જગ્યાએ ઉપરોક્ત વર્ણન વાળો ઇસમ ઉભો હોય તેને ડી- સ્ટાફના માણસો એ પકડી તેનુ નામ-ઠામ પુછતા ભીખાભાઇ રણછોડભાઇ મકવાણા રહે.બસસ્ટેશનસામે મોચીવાસ હિમતનગર જીલ્લો.સા.કા નો હોવાનુ જણાવતા તેને પકડી પાડી તેને પોલીસ સ્ટેશન લાવી તેના વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે.
આમ સજા પડેલ નાસતા ફરતા આરોપીને પકડી હિંમતનગર “બી” ડીવીઝન પોલીસના સ્ટાફ દ્વારા પ્રશંશનીય કામગીરી કરેલછે.
કામગીરી કરનાર અધીકારી કર્મચારીઓમાં (૧) એન એન રબારી પોઇન્સ (૨) આર બી જયસ્વાલ પો.સબ.ઇન્સ (૩) અ.હેડ.કોન્સ દલજીતસિંહ રામસિંહ (૪) અ.હેડ.કોન્સ.જીગ્નેશકુમાર સુરેશભાઇ (૫) આ.પો.કો. પ્રવિણસિંહ લાલસિંહ (૬) અ.પો.કો.નિકુલસિંહ મહેંદ્રસિંહ અને (૭) અ.પો.કો.હિતેષકુમાર રમણભાઇનો સમાવેશ થાય છે.




