
શ્રી બલરામ જ્યંતી ઉજવણીના અનુસંધાને ભારતીય કિસાન સંઘ ભચાઉ તાલુકાની બેઠક ભચાઉ મધ્યે યોજાઈ હતી. ભચાઉ આહીર સમાજવાડી ખાતે ભારતીય કિસાન સંઘ ભચાઉ તાલુકાની રૂટિન બેઠક યોજાઈ, જેમાં તાલુકા ટીમ અને ગ્રામ સમિતિના અનેક કાર્યકર્તાઓ જોડાયા હતા.
. આગામી તા 21/9/23ની શ્રી બલરામ જયતીની ઉજવણી તાલુકા મથકે નવી ભચાઉમાં કરવી અને દરેક ગ્રામસમિતિમાં પણ ઉજવણી થાય તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. બાદમાં 2024માં આવનારા સદસ્યતા અભિયાન, વર્તમાન પ્રશ્નો જેવાકે pgvcl, નર્મદા કેનાલ, ખેતીવાડીની પાકનુક્સાની, ટ્રેકટર સહિતના સાધનોમાં સબસીડી વગેરે બાબતોની ચર્ચા થઈ હતી.
ત્યારબાદ pgvcl કાર્યપલક ઈજનેરને ગામ ચોપડવા, લુણવા, કુંભારડી, કકરવાના AG ફીડરોના મેન્ટેન્સ, ખેરનાથ (માય), ધોળાવીરા( ખડીર) AG માં સિંગલ ફેસ પાવર ચાલુ કરવા, નવા કનેકશનો ઝડપી આપવા અને સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીઓને રવિ પાક માટે મુખ્ય કેનાલ 15/10થી જ ચાલુ કરવા અને વાઢીયા કેનાલ કામ સત્વરે પૂર્ણ કરવા સહિતના મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું.
જેમાં જિલ્લા ઉપપ્રમુખ શ્રી ભચાભાઈ માતા, તાલુકા પ્રમુખશ્રી ડાયાભાઈ ચાવડા, તાલુકા મંત્રી રાજેશભાઈ ઢીલા, સહમંત્રી દામજીભાઈ બાળા, ઉપપ્રમુખશ્રીઓ વસરામભાઈ ઢીલા, જયપાલસિંહ જાડેજા, ભીમજીભાઈ અંબાવી, ગોપાલભાઈ આહીર, વાલી શ્રીમોહનભાઇ- ગુણાતીતપુર, તાલુકા ટીમના સદસ્યો, વિવિધ ગ્રામસમિતિના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.




