Blog

મેઘરજના રામગઢીમાં જાહેર શૌચાલય બન્યાં ખંડેર

પ્રતિનિધિ:જયદીપ ભાટીયા...

લાખોના ખર્ચે બનાવેલા શૌચાલયમાં પાણી અને વીજળીનો અભાવ

પાણી અને લાઈટના અભાવે અસામાજિક તત્વોનો અડ્ડો

હિંમતનગરઃ અરવલ્લી જિલ્લાના મેઘરજના રામગઢી ગામે લાખોના ખર્ચે બનાવવામાં આવેલા શૌચાલય ખંડેર હાલતમાં ફેરવાયા છે. બિનઉપયોગી શૌચાલયમાં લાઇટના અભાવે અસામાજિક તત્વોએ અડ્ડો જમાવ્યો હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. જો તંત્ર વહેલી તકે કોઇ પગલાં નહીં લે તો આવનારા દિવસોમાં શૌચાલયના સ્થાને દબાણ કરનારાઓ શોપિંગ સેન્ટર ઉભુ કરી નાખે તો નવાઈ નહીં.

આ અંગેની વધુ મળતી માહિતી અનુસાર અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકાના રામગઢી ગામે સરકારી ભંડોળનો ઉપયોગ કરીને લાખોના ખર્ચે જાહેર શૌચાલય બનાવવામાં આવ્યા છે.

સુવિધાઓના અભાવે આ શૌચાલય બિન ઉપયોગી બન્યા છે અને લાખોના ખર્ચે બનાવેલ શૌચાલયમાં પાણી અને વીજળીનો અભાવ જોવા મળે છે.

ખંડેર હાલતમાં ફેરવાયેલા આ શૌચાલય આસપાસ લીલા ઘાસનું સામ્રાજ્ય ફેલાઇ ગયેલું જોવા મળે છે. શોભાના ગાંઠિયા સમાન બનેલા આ શૌચાલયમાં વીજળી  અને પાણીની સુવિધા વહેલી તકે ઉપલબ્ધ કરાવવા સ્થાનિક નાગરિકોની લાગણી વ્યાપી છે.

Related Articles

Back to top button