ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આંદોલનની મોસમ ચાલી રહી છે. વિવિધ કર્મચારી મંડળો પોતાની માંગણીઓ માટે ધરણાં દેખાવો યોજી રહ્યાં છે. જેમાં ગામડામાં કામ કરતાં વીસીઇ કર્મીઓ પણ પોતાની માંગણીઓ માટે મેદાનમાં છે.જેમાં આજરોજ વિકાસ કમિશ્નરશ્રી ઓફિસે VCE ઓ બેસીને વિરોધ નોંધાવ્યો હતો.
જો કે ત્યારબાદ પંચાયત મંત્રીશ્રી દ્વારા બનાવેલ કમિટીના અધ્યક્ષશ્રી જાડેજા સાહેબ સાથે મિટિંગ કરવામાં આવી અને એમના દ્વારા નિરાકરણ લાવવાના તમામ પ્રયાસ કરવામાં આવશે એવી ખાત્રી આપવામાં આવી હતી. સરકારશ્રી દ્વારા શું નિર્ણય લેવામાં આવશે એ ખબર નથી પરંતુ જ્યાં સુધી નિર્ણય નહિ થાય ત્યાં ગાંધીનગર VCE છોડશે નહિ..એમ સંગઠને જણાવ્યું હતું.




