sabarkathaराष्ट्रीय

સાવધાનઃ પ્રેમ સંબંધનું નાટક..નગ્ન વિડિયો.અને પછી .બ્લેકમેઇલ..! ચેતજો આવા હનીટ્રેપથી…

સાવધાનઃ પ્રેમ સંબંધનું નાટક..નગ્ન વિડિયો.અને પછી .બ્લેકમેઇલ..! ચેતજો આવા હનીટ્રેપથી...

મોટા શહેરોનું હનીટ્રેપનું જાતિય દૂષણ હવે સાબરકાંઠામાં પ્રવેશી ગયું હોય એવી એક ઘટના બની છે. આ અંગે હિંમતનગર બી ડીવિઝન પોલીસ મથકે હનીટ્રેપની ફરિયાદ નોંધાઇ છે….

વિગતે જોઇએ તો એક યુવકને પ્રેમજાળમાં ફસાવીને તેની પાસેથી અઢી તોલાનો હાર અને પાંચ હજાર પડાવનાર યુવતી સહિત બે સામે ફરિયાદ થઇ છે….

શહેરના પોલોગ્રાઉન્ડના હસનનગરમાં રહેતી યુવતી અને  તેના એક સાથીદાર યુવકે મળી યુવકને ફસાવ્યો હતો. બ્રહ્માણીનગરના આ યુવાનને ફસાવી પોતાના ઘરે બોલાવી પ્રેમ સંબંધનું  નાટક રચ્યું હતું.આ યુવતી સાથે અન્ય યુવાન કે જે તેનો પતિ બન્યો હતો તેઓઓ  ફસાવેલ યુવકને માર મારી નગ્ન કરીને વીડીઓ ઉતાર્યો હતો….

આ નગ્ન વિડીઓ સોશિયલ મિડીયામાં વાયરલ કરી બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. એટલુ જ નહીં  પોલીસની ખોટી ઓળખ આપી ૧ લાખની માંગણી પણ  કરાઈ હતી. .

Related Articles

Back to top button