sabarkathaराष्ट्रीय

અરરર..શું ઇડરમાં રસ્તાની જમીન પર કોમ્પ્લેક્સ બન્યું..? હરાજી અટકાવવા જાગૃત નાગરિક મેદાને..! જો થઇ છે..!

અરરર..શું ઇડરમાં રસ્તાની જમીન પર કોમ્પ્લેક્સ બન્યું..? હરાજી અટકાવવા જાગૃત નાગરિક મેદાને..! જો થઇ છે..!

સાબરકાંઠાના  ઈડર શહેરમાં હાલ એક મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. જેમાં રસ્તાની જમીન પર સંકૂલ બનાવી દેવામાં આવ્યું છે અને હવે તેની હરાજી થવા જઇ રહી છે ત્યારે હરાજીને રોકવાની માંગણી થઇ છે. સવાલ એ ચર્ચામાં છે કે જ્યારે આ સંકૂલ બન્યો ત્યારે સત્તાવાળાઓને જાણ નહોતી કે આ જમીન રસ્તાની છે..?

વિગતે જોઇએ તો, ઈડર નગરપાલીકા વિસ્તાર સર્વે નંબર ૫૨૫૪ માં બનાવેલ નવિન કોમ્પલેક્ષ ને લઇ પ્રાંત અધિકારીને લેખીતમાં રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં એવુ છે કે રાજ્ય સરકાર નાં મંત્રી કુબેરભાઈ ડિંડોર અને ધારાસભ્ય હિતુભાઈ કનોડિયાનાં હસ્તે આ વિવાદી જમીનનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.

એક જાગૃત નાગરિક મુકેશભાઈ ગુર્જર દ્રારા ઈડર પ્રાંત અધિકારીને બે પેજનું લખાણ આપીને રજુઆત કરવામાં આવી છે કે રસ્તા પૈકીની જમીન પર કોમ્લેક્ષનું બાંધકામ થયા હોવાના લેખીત આક્ષેપ કપરવામાં આવ્યો છે.

તેની સાથે તેને રોકવાની  ઉગ્ર રજુઆત પણ કરવામાં આવી હતી. આવનાર ૧૪ તારીખે પાલીકા દ્રારા આ  નવીન કોમ્પલેક્ષની જાહેરમાં હરાજી રાખવામાં આવી છે. તેથી અરજદારે હરાજીને તાત્કાલીક ધોરણે બંધ રાખવા તેમજ ખરીદનાર ગ્રાહકની રકમ ન ડૂબે તેને લઇને લખેલ પત્ર સોશીયલ મીડીયામાં વાઇરલ. થતાં ચકચાર મચી ગઇ છે…

એમ કહેવાય છે કે, ઈડર નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા શરતો ભંગ કરાઈ હોવાનો અરજીમાં સ્પષ્ટરીતે ઉલ્લેખ કરીને હરાજી અટકાવવાની લેખીત રજૂઆત ને લઇ નવીન કોમ્પલેક્ષ નો મુદ્દો શહેરમાં લોકોમાં અને રાજકીય વર્તુળોમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો. છે…

Related Articles

Back to top button