राष्ट्रीयઅરવલ્લી

સત્તાધીશો, મેશ્વો કોઝ વે તૂટી ગયો..હજ્જારો લોકો થાય છે પરેશાન, કાંઇ કરો જલ્દી..!

રિપોર્ટર:જયદીપ ભાટીયા....

શામળાજીમાં બહેચરપુરા કોલોની કોલેજ અને હોસ્પિટલ તરફનો ક્રોઝવે પર મસમોટા ભુવાના કારણે 2500થી વધુ વિદ્યાર્થીઓ અને હજારો વાહનચાલકો અને દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

યાત્રાધામ શામળાજીથી કોલેજ હોસ્પિટલ અને મેઘરજ તરફના રસ્તે આવતી મેશ્વો નદી પર ક્રોઝવે આવેલો છે. મેશ્વો નદીમાં ભારે પાણી આવવાના કારણે ક્રોઝવે તૂટી ગયો છે.

લગભગ 25 ફૂટ કરતા વધારે લાંબો અને 10 ફૂટ જેટલો ઊંડો ભુવો પડ્યો છે, જેના કારણે અવર જવરનો રસ્તો બંધ થયો છે. દરરોજ કોલેજ શાળામાં 2500 કરતા વધારે વિદ્યાર્થીઓની અવરજવર આજ ક્રોઝવે પર થઈને હોય છે. મેઘરજ તરફના 30થી વધુ ગામના લોકો પોતાના કામકાજ માટે આજ રસ્તે આવતા હોય છે. ખાસ આસપાસના ગામના લોકોને કોઈપણ બીમારી હોય ત્યારે આજ રસ્તે સારવાર અર્થે લાવવામાં આવે છે. ત્યારે તમામ લોકો વાહન ચાલકો વિદ્યાર્થીઓ અને દર્દીઓનો રસ્તો બંધ થયો છે. વારંવાર ચોમાસા દરમિયાન મેશ્વો નદીના ક્રોઝવે પર પડતા ભુવા રીપેર કરી અથવા નવો ટકાઉ રસ્તો બને અને મુશ્કેલીઓ નિવારી શકાય એવી સ્થાનિકો અને વિદ્યાર્થીઓની માગ છે.

Related Articles

Back to top button