મુદ્રામાલ સાથે ચોર ઈસમને પકડી પાડતી. હિંમતનગર એ ડીવીઝન પોલીસ…
મુદ્રામાલ સાથે ચોર ઈસમને પકડી પાડતી. હિંમતનગર એ ડીવીઝન પોલીસ...
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાબરકાંઠા નાઓએ સાબરકાંઠા જીલ્લામાં મીલ્કત સબંધી ચોરીઓ નાબનાવ સબંધે આવી ચોરીઓ કરતા ઇસમોને પકડી ગુન્હા બનતા અટકાવવા સારૂં સુચના આપેલ હોય જે સંદર્ભે એ.કે.પટેલ નાચબ પોલીસ અધિક્ષક હિંમતનગર વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ બી.પી.ડોડીયા પો.ઇન્સ એ ડીવી.પો.સ્ટે.હિંમતનગર નાઓએ સર્વેલન્સ સ્કોડના માણસોને આ દિશામાં સતત વોચ તપાસમાં રહી આવા ઇસમોને પકડવા સુચનો આપેલ છે.
જે આધારે સર્વેલન્સ સ્કવોડના માણસો આ દિશામાં સતત તપાસમાં રહેલ દરમ્યાન સર્વેલન્સ સ્કવોડના અ.પો.કો જ્ઞાનદીપસિંહ વિજયસિંહ તથા અ.પો.કો મિતરાજસિંહ રણજીતસિંહનાઓને મળેલ સંયુક્ત રાહે બાતમી હકીકત મળેલ કે મોતીપુરા તુલસી કોમ્પલેક્ષ ની સામે રોડની બાજુમાં એક ઇસમ મોઘો મોબાઇલ ફોન બીલ વગરનો સસ્તા ભાવમાં વેચવા ફરે છે.જે બાતમી હકીકત આધારે સર્વેલન્સના માણસો સાથે મોતીપુરા જઇ સદરી ઇસમ ને પકડી સદરી ઇસમનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ મુકેશભાઈ દાદુભાઇ સલાટ રહે.મોતીપુરા સલાટવાસ રોડ નજીક ઝુંપડા તા.હિંમતનગર જી.સાબરકાંઠાની ઝડતી કરતા એક વિવો કંપનીનો વાય ૮૧ મોડલનો કાળા કલરનો મોબાઇલ ફોન જે મોબાઇલ ફોન વિશે આધાર પુરાવા માગતા સદરીએ કોઇ સંતોષ કારક જવાબ આપેલ નહી
જેથી યુક્તિ-પ્રયુકિતી થી પુછતા પોતે આ મોબાઇલ આશરે ત્રણેક મહિના પહેલા મોતીપુરા બ્રીજ નીચેથી ચોરી કરી હોવાનુ કબુલ કરતો જેથી આ વિવો વાય ૮૧ કાળા કલરનો મોબાઈલ કિંમત-૧૦,૯૯૦/-નો હિંમતનગર એ.ડીવીઝન પોસ્ટે એ.પાર્ટ.ગુ.ર.નં ૧૧૨૦૯૦૧૬૨૩૦૪૮૬/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ હોય જે મોબાઇલ ફોન સદરી ઇસમ પાસેથી મળેલ હોય જે તપાસ અર્થે કબજે લેવામાં આવેલ. આમ સદર ગુન્હાનો મુદ્રામાલ રીકવર કરી અન ડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી મીલ્કત સંબંધી ગુન્હાનો ભેદ ઉકેલી સફળતા મેળવેલ છે.
રીકવર કરેલ મુદ્દામાલ -(૧) વિવો કંપનીનો વાય-૮૧ મોડેલ મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૯૯૦/-નો સમાવેશ થાય છે.
કામગીરી કરનાર ટીમમાં- (૧) બી.પી.ડોડીયા પો.ઇન્સ (૨) ટી.જે.દેસાઇ પો.સબ.ઇન્સ (૩) અ.પો.કો.જ્ઞાનદિપસિંહ વિજયસિંહ (૪) અ.પો.કો.મિતરાજસિંહ રણજીતસિંહ (૫) અ.પો.કો.મહાવીરસિંહ પ્રભાતસિંહ (૬) અ.પો.કો કલ્પેશકુમાર કેશવલાલ અને (૭) અ.પો.કો કપીલભાઇ કલ્યાણસિંહનો સમાવેશ થયા છે.




