ક્યુટઃ રણવીરસિંહે અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નના નવા ફોટા કર્યા શેર…..
ક્યુટઃ રણવીરસિંહે અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નના નવા ફોટા કર્યા શેર.....

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના ભવ્ય લગ્ન મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં ધૂમધામથી કરવામાં આવ્યા હતા. અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh) અને રામ ચરણે તેઓના Instagram પર ફોટા શેર કર્યા હતા. રણવીર સિંહે કપલ અનંત રાધિકા અને પત્ની દીપિકા પાદુકોણને દર્શાવતો એક ફોટો શેર કર્યો હતો.
રામ ચરણે રાધિકા અને અનંત તેમજ ઉપાસના કોનિડેલા અને મુકેશ અંબાણી દર્શાવતા ફોટાઓનો સમૂહ શેર કર્યો હતો. એક ફોટામાં અભિનેતા સલમાન ખાન પણ જોવા મળ્યો હતો.
બુધવારે રણવીર સિંહે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર અનંત અને રાધિકાના લગ્નનો એક ફોટો શેર કર્યો જેમાં રણવીર અને દીપિકા નવદંપતી સાથે પોઝ આપતા જોઈ શકાય છે. આ ફોટામાં, દીપિકા રાધિકાના ગાલ પર ચુંબન કરતી જોઈ શકાય છે, રાધિકા લગ્ન પછી સિંદૂર સાથે સુંદર દેખાઈ રહી છે. અનંત પણ પરંપરાગત કેપ પહેરીને રણવીર સિંહ સાથે પોઝ આપતાં જોઈ શકાય છે




