Blog

બારા ગામની માંડફળીની મુલાકાતે શિક્ષણ વિભાગ – સુવિધાઓ ન મળ્યે ઉગ્ર આંદોલનની ચીમકી

બારા ગામની માંડફળીની મુલાકાતે શિક્ષણ વિભાગ – સુવિધાઓ ન મળ્યે ઉગ્ર આંદોલનની ચીમકી

તા. 10 ફેબ્રુઆરી 2026ના રોજ શિક્ષણ વિભાગના જિલ્લા તેમજ તાલુકા સ્તરના તમામ અધિકારીઓએ બારા ગામની માંડફળીની રૂબરૂ મુલાકાત લીધી હતી. સ્થળ પર જઈ ગ્રામજનોની રજૂઆતો સાંભળી પ્રાથમિક સુવિધાઓ અંગે તાકીદે કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન આમ આદમી પાર્ટીના સાઉથ ઝોન પ્રભારી બિપીનચંદ્ર ગામેતીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગ્રામજનો દ્વારા શાળાની પ્રાથમિક જરૂરિયાતો, સુવિધાઓનો અભાવ અને અન્ય પ્રશ્નો અંગે અધિકારીઓ સમક્ષ ખુલ્લેઆમ રજૂઆત કરવામાં આવી.

બિપીનચંદ્ર ગામેતીએ શિક્ષણ વિભાગના અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે વેલી તકે ગ્રામજનોને જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે. જો તાત્કાલિક ધોરણે તમામ સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે તેવી ખુલ્લી ચીમકી પણ આપવામાં આવી.

હવે જોવાનું રહ્યું કે શિક્ષણ વિભાગ ગ્રામજનોની માંગણીઓ પર કેટલા સમયમાં પગલાં ભરે છે

Related Articles

Back to top button