गुजरातराष्ट्रीय

મદિરાપાનઃ ગીફટ સીટી પછી હવે સુરતના ડાયમંડ બૂર્સવાળા પણ કહે છે અમને પણ પીવાની ગીફ્ટ આપો…

મદિરાપાનઃ ગીફટ સીટી પછી હવે સુરતના ડાયમંડ બૂર્સવાળા પણ કહે છે અમને પણ પીવાની ગીફ્ટ આપો...

વિશ્વભરની ટોચની કંપનીઓને આકર્ષનાર ગાંધીનગરના ગીફટ સીટીમાં દારૂબંધીમાં છૂટછાટો જાહેર કરાયાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે સપ્તાહ પૂર્વે જ વડાપ્રધાનના હસ્તે ખુલ્લા મુકાયેલા સુરતના ડાયમંડ બૂર્સમાં પણ આ પ્રકારની છૂટછાટ આપવાની માંગ કરવામાં આવી છે.

રાજ્ય સરકારની વર્તમાન નીતિ ચાલુ રહેવાના સંજોગોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, અભ્યારણ, રણોત્સવ જેવા સ્થાનોએ પણ ભવિષ્યમાં આ પ્રકારની છૂટછાટ મળે તેવી શક્યતાનો ઇન્કાર થતો નથી. દાયકાઓથી દારૂબંધી ધરાવતા ગુજરાતમાં રાજ્ય સરકારે ગીફટ સીટી માટે ખાસ છૂટછાટો આપવાનો નિર્ણય લીધો છે. વિશ્ર્વભરમાંથી મૂડીરોકાણ હોવાથી તથા દેશ-વિદેશના લોકો આવતા હોવાથી રેસ્ટોરામાં ડાઇન એન્ડ ડ્રીંક્સની સુવિધા આપવાનું જાહેર કર્યું છે.

સરકાર વિવિધ નિયમો-શરતો સાથેનો પરિપત્ર આવતા સપ્તાહમાં જારી કરે તેવી શક્યતા છે. ગીફટ સીટીમાં દારૂની છૂટ્ટના પ્રત્યાઘાતો વચ્ચે જ હવે ભવિષ્યમાં તબકકાવાર અન્ય પર્યટન સ્થળોએ આ જ પ્રકારે છૂટછાટો મળવાની ચર્ચા થવા લાગી છે.

ગીફટ સીટી પછી હવે સુરતના ડાયમંડ બૂર્સમાં પણ છૂટછાટ માંગવામાં આવી છે. સુરતનું ડાયમંડ બૂર્સ ગત સપ્તાહમાં જ વડાપ્રધાન મોદીના હસ્તે ખુલુ મુકાયું હતું. દુનિયાની સૌથી મોટી વ્યાપારિક ઇમારત ગણવામાં આવે છે. દુનિયાભરનું હીરાનું મથક બનશે તેમાં પણ દેશ-વિદેશમાંથી ધંધાર્થીઓ રહેવાનું સ્પષ્ટ હોવાથી દારૂબંધીમાં છૂટછાટ માંગી છે. ઔદ્યોગિક મૂડી રોકાણ ઉપરાંત પ્રવાસન ક્ષેત્ર માટે દારૂબંધી  વિઘ્નરૂપ ગણવામાં આવે જ છે. ગીફટ સીટી પર તબકકાવાર ડાયમંડ બૂર્સ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, રણોત્સવ જેવા સ્થળોએ પણ છૂટછાટ જાહેર થાય તો નવાઇ નહીં ગણાય તેવી ચર્ચા છે.

Related Articles

Back to top button