મોદી વિરોધી મમતાદીદી ઉવાચઃહું ભગવાનની સોંગદ ખાઈને કહું છું…કે…..
મોદી વિરોધી મમતાદીદી ઉવાચઃહું ભગવાનની સોંગદ ખાઈને કહું છું...કે.....
અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નિવેદન આવ્યું છે. ભાજપ સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી પહેલા અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન દ્વારા ભાજપ ખોટો દેખાડો કરી રહી છે. નોંધનીય છે કે વિરોક્ષપક્ષોને રામ મંદિર બન્યું તે સત્ય હકીકત ગમતી નથી તેથી અનાપ –શનાપ બોલ્યા કરે છે. જેમાં હવે વધુ એક નામ મમતાદીદીનો ઉમેરો થયો છે.
તેણે કહ્યું, ‘ગઈકાલે મને રામ મંદિર વિશે પૂછવામાં આવ્યું. હું એ ઉત્સવમાં વિશ્વાસ રાખું છું જેમાં બધાને સાથે લઈ જનારા તહેવારમાં હોય છે. તમે જે ઈચ્છો તે કરો, ચૂંટણી પહેલા તમે ખેલ કરી રહ્યા છો, મને કોઈ વાંધો નથી પણ અન્ય સમાજના લોકોની અવગણના કરવામાં આવે છે. આ યોગ્ય નથી. હું ભગવાનની સોગંદ ખાઉં છું કે જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ભેદભાવ નહીં થવા દઉં…




