હાથમતી બે કાંઠે વહેતી થઇ,,કોઝવે પર રસ્તાઓની જેમ ખાડા પડ્યા, કોઇ સાંભળતું જ નથી….
હાથમતી બે કાંઠે વહેતી થઇ,,કોઝવે પર રસ્તાઓની જેમ ખાડા પડ્યા, કોઇ સાંભળતું જ નથી....
સાબરકાંઠામાં સાબરમતી, હાથમતી વગેરે. નદીઓ લોકો માટે જીવતદાન સમાન છે., વિશ્વની અનેક સંસ્કૃતિઓ નદી કિનારે જ વિકસી છે. જો કે ભારે વરસાદને કારણ આ નદીઓમાં પૂર આવે ત્યારે તબાહી પણ મચી જાય છે. સાબરકાંઠામાં હાથમતી બે કાંઠે વહેતી થઇ છે.
વિગતે જોઇએ તો, ઘોરવાડા કોઝવે પર હાથમતી અને ગૌવા નદીના પાણી ફરી વળ્યા છે. તેનું કારણ એ છે કે, . ઉપરવાસમાં પાણીની આવક થતા હાથમતી નદી બે કાંઠે વહેતી થઇ છે….
અને તેના કારણૈ ઘોરવાડા, નાની ડેમાઈ, તીતપુર, સહિતના ગામથી હિંમતનગર ની અવર જવર બંધ કરવામાં આવી છે.આ ઉપરાંત હાઇવે અને શહેરના રસ્તાઓ પર વરસાદને કારણે ખાડા પડે તેમ કોઝવે પણ પર પણ મોટા ખાડાઓ પડ્યા છે.આ અંગે અનેક રજુઆતો કરવા છતા પરિણામ શૂન્ય છે અને સ્થાનિકો અટવાયા છે. લોકોની અવરજવર હાલ પૂરતી બંધ રાખવામાં આવી છે જેથી જાનહાનિને અટકાવી શકાય.




