ચોર કી દાઢી મેં તિનકા..બધુ ઓકે છે વેપારીઓએ તો પત્રકારોને ધમકીઓ કેમ આપી..?!
ચોર કી દાઢી મેં તિનકા..બધુ ઓકે છે વેપારીઓએ તો પત્રકારોને ધમકીઓ કેમ આપી..?!
દિલ્હીથી માન. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દેશના ગરીબો માટે કરોડો ટન અનાજનો જથ્થો મોકલે છે.. ગુજરાતમાં પણ ગરીબો છે અને ગુજરાતના મહાન સપૂત તરીકે મોદીજી ગુજરાત માટે પણ અનાજનો જથ્થો મોકલે છે જેથી તેમના ગુજરાતમાં કોઇ ભૂખ્યુ ન સુવે.
પરંતુ.સાબરકાંઠાના ખેડબ્રહ્માના ખેતીવાડી ઉત્પન્ન બજારમાં આવા સરકારી અનાજનો જથ્થો જે ગરીબો સુધી પહોંચવો જોઇએ તે વેપારીઓની પાસે કઇ રીતે પહોંચી ગયું..? આ અંગે એક જાગૃત નાગરિકે પત્રકારોને જાણ કરતા કે પંડિત દિન દયાલ ઉપાધ્યાય અનાજનો માલ કે જે જિલ્લાના ગરીબોને આપવાનો માલ હતો તે બારોબાર અનાજના માફિયાઓની પાસે કઇ રીતે પહોંચ્યું તે જાણવા એપીએમસીની મુલાકાત લીધી ત્યારે તે દરમિયાન રિપોર્ટર ત્યાં પહોંચતા સરકારી અનાજનો જથ્થો ધરાવનાર કેટલાક વેપારીઓ ઉશ્કેરાઈ ગયા હતા. ભાઇ, સીધો સવાલ છે કે જો અનાજનો જથ્થો બે નંબરનો નહોતો તો વેપારીઓ ઉશ્કેરાયા શા માટે…?
એટલુ જ નહીં વેપારીઓએ પત્રકારો પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી અને બધા વેપારી એક થઈને કહેવા લાગ્યા કે તમો કેમ આવ્યો છે..જાઓ જતાં રહો અહીંથી નહીંતર એમ કહીને ધમકાવવા લાગ્યા હતા.
ચોર કી દાઢી મેં તિનકા..કહેવત અનુસાર વેપારીઓ ચીનનના શાહુકારો હતા તો પત્રકારોને જોઇને ભડક્યા શું કામ..? સવાલ તો બનતા હૈ…પણ જવાબો શું આપે…? છેવટે ત્યારબાદ રિપોર્ટરે મામલતદારને અને પોલીસમાં જાણ કરી દેતાં મામલતદારશ્રીની ટીમ ખુદ આવી તપાસ કરી હતી તે દરમિયાન જે અનાજ આવેલ હતું એ રફેદફે કરી નાખ્યું હતું
શું આવી રીતે ગરીબનો માલ બારોબાર જશે તો મોદી સાહેબનો જે સપનું જે ગરીબને ઘરે અનાજ પહોંચાડવાનું જોયું હશે તે બરોબર વેચાઈ રહ્યું છે.




