गुजरातराष्ट्रीय

સુરતમાં ઝડપાયું ક્રિકેટનું મસમોટું સટ્ટા રેકેટ….જોઇ લો કોણ કોણ છે..

સુરતમાં ઝડપાયું ક્રિકેટનું મસમોટું સટ્ટા રેકેટ....જોઇ લો કોણ કોણ છે..

ક્રિકેટના સટોડીયાઓ નકલી આધાર કાર્ડ બનાવીને તેના આધારે બેંકમાં ખાતુ ખોલાવી સટ્ટો રમાડતી ગેંગને સુરત ઇકો સેલની ટીમે ઝડપી પાડ્યા છે. આ સાથે જ બેંકમાં ખાતું ખોલાવીને સટ્ટામાં જે હાર-જીત થાય તેના રૂપિયા આ ખાતામાં નાખીને તેનો વહીવટ કરે છે. તેવી ચોક્કસ માહિતી મળી હતી જેને આધારે ઇકો સેલ અને એસ.ઓ.જી.ની ટીમને સાથે રાખીને ડીંડોલી પાસે આવેલા રાજમહલ માલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એક દુકાન નંબર 119માં પોલીસે રેડ કરી હતી. જેમાં હરીશ ઉર્ફે કમલેશ જરીવાલા અને ઋષિકેશ શિંદે મળી આવ્યા હતા. પોલીસે દુકાનમાં તપાસ કરી તો નકલીઆધાર કાર્ડ અને સીમ કાર્ડનાં ઢગલા મળી આવ્યા હતા. તેમજ ખોટા ભાડા કરાર પણ મળી આવ્યા હતા.

હરીશ કમલેશ જરીવાલા ઋષિકેશ શિંદે આ ગોરખધંધો ચલાવવા માટે ડો. નિમના સર્વેના માધ્યમથી સ્કૂલ બનાવી તેનાં આધારે સીમકાર્ડ ખરીદવામાં આવતા હતા. આજ નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરીને જુદા-જુદા વિસ્તારમાં દકાનો ભાડેથી રાખવામાં આવતી અને ખોટા નામના ભાડા કરાર બનાવી તેનો ઉપયોગ કરીને અલગ-અલગ પેઢીના નામથી બેંકના ખાતા મોલાવી લેતા હતા. ત્યાર બાદ ક્રિકેટના જે સટ્ટો રમે તેમાં જે જીત કે હારના રૂપિયાનો વહીવટ કરવનો હોય તે આ ડમી બેંક ખાતામાંથી કરતા હતા.

આ ડમી એકાઉન્ટના કારણે કોઈને પણ સીધો શક જાય નહિ અને તેમના વ્યવહારો આસાનીથી પકડાઈ નહિ. હરીશઉર્ફે કમલેશ જરીવાળા રહે.સુભાષનગર ગલી નંબર 3 લીંબાયત, ઋષિકેશ અધિકાર શિંદે, રહે ગંગોત્રી સોસાયટી, લીંબાયત અને હઝલા કોશર મકાસરવાળા રહે ગેઈની કોમ્પ્લેક્ષ મહિધરપુરાની ધરપકડ કરી હતી. અને પોલીસે નકલી આધાર કાર્ડ. સીમકાર્ડ, ભાડા કરારની નકલો અને અલગ-અલગ પેઢીના બોર્ડ તેમજ રબર સ્ટેમ્પ કબજે કર્યા હતા.

Related Articles

Back to top button