દુબઇ હૈ કી માનતા હી નહીં….ફરીથી વરસાદ થયો….
દુબઇ હૈ કી માનતા હી નહીં....ફરીથી વરસાદ થયો....
સંયુક્ત અરબ અમીરાત(UAE)માં ગત મહિને ભીષણ પૂર આવ્યાના થોડા દિવસો પછી ગુરુવારે સવારે આબૂધાબી અને દુબઈમાં ભારે વરસાદ અને તોફાન આવ્યું છે. તે પછીથી ઘણી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી અને દુબઈમાં બસ સર્વિસિસને સસ્પેન્ડ કરવામાં આવી. ખલીજ ટાઈમ્સના રિપોર્ટ મુજબ દુબઈ આવતી પાંચ ફ્લાઈટ્સને રાતે ડાયવર્ટ કરી દેવામાં આવી છે. જ્યારે નવ આવતી અને ચાર બહાર જતી ફ્લાઈટ્સને રદ કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમીરાતની ઘણી ફ્લાઈટ્સને પણ રદ કરવામાં આવી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દુબઈના નાગરિકો ગુરુવારે સવારે લગભગ 3 વાગ્યે ભારે પવનો અને વીજળીના કારણે જાગી ગયા હતા.
વરસાદના લગભગ એક કલાક પછી લગભગ 4 વાગ્યે દેશના હવામાન વિભાગે એક એમ્બર એલર્ટ ઈસ્યુ કરી હતી. જેમાં ઈશારો કરવામાં આવ્યો કે વાદળોએ દેશના મોટાભાગના હિસ્સાને ઢાંકી દીધો છે. 3 મે સુધી દેશમાં પ્રતિકૂળ હવામાનની સ્થિતિ રહેવાની શક્યતા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ આબૂધાબીના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવવા અંગેની માહિતી મળી છે. જેબેલ અલી, અલ મકતૂમ ઈન્ટરનેશનલ એરપોર્ટ, દુબઈ ઈન્ડસ્ટ્રીયલ સિટી, દુબઈ ઈન્વેસ્ટમેન્ટ્સ પાર્ક અને જુમેરા વિલેજ ટ્રાએંગલમાં ભારે પવનો ફૂંકાયા છે. બુધવારે દુબઈ એરપોર્ટ્સ અને બે સ્થાનિક એરલાઈન્સે મુસાફરો માટે એડવાઈઝરી બહાર પાડી છે. જેમાં તેમને દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જવામાં વિલંબ માટે તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે.




