કોંગ્રેસ નેતાએ ટેવ મુજબ બળતામાં ઘી ઉમેર્યું, ભાજપે વખોડી કાઢ્યું…
કોંગ્રેસ નેતાએ ટેવ મુજબ બળતામાં ઘી ઉમેર્યું, ભાજપે વખોડી કાઢ્યું...

સાબરકાંઠામાં રાજકીય હલચલ વધી રહી છે. એક તરફ ભાજપમાં ઉમેદવારને લઇને તકરાર ચાલી રહી છો તો બીજી તરફ કોંગ્રેસના એક નેતાએ વિવાદી નિવેદન આપતાં ચકચાર મચી ગઇ હતી.
વિગતે જોઇએ તો, હિંમતનગરમાં યોજાયેલા કોંગ્રેસના કાર્યક્રમમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે એક નિવેદન આપતા રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. તેમણે આરોપ મૂક્યો કે, ભાજપ દેશ અને ગુજરાતમાં પતનની દિશામાં જઇ રહ્યું છે. રોજ ઉઠીને ભાજપમાં થઈ ડખા રહ્યા છે,..
તેમણે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહ અંગે પણ બિનશોભાસ્પદ શબ્દોનો ઉપયોગ કર્યો હતો.એટલુ જ નહીં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ ‘ચા કરતા કીટલી ગરમ હોય એવી તુમાખી પાટીલમાં પણ જોવામાં આવી રહ્યું હોવાનો દાવો ઠાકોરે કર્યો હતો.
તેમણે આક્ષેપ કર્યો કે પાટીલના પ્રમુખ તરીકેના તાનાશાહ વર્તનના કારણે ભાજપનો ફુગ્ગો ફૂટી ગયો છે. કોંગ્રેસના સંવાદ કાર્યક્રમ દરમિયાન જગદીશ ઠાકોરે આ પ્રકારની ઉશ્કેરણીજનક પ્રતિક્રિયા આપતા ભાજપે તેને વખોડી કાઢ્યું હતું.




