ઝાંઝરિયા ગામના સરપંચ મુકેશળભાઇ બોરિચાના માનસિક ત્રાસથી પરેશાન થઇને એક દલિત આચાર્ય દ્વારા આપઘાત કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. કહેવાય છે કે આ દલિત આચાર્ય દ્નવારા એક વિડિયો વાઇરલ કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે પોતાને કઇ રીતે હેરાન અને જ્ઞાતિસૂચક અપમાનિત કરવામં આવી રહ્યાં હોવાનું જારેર કર્યું હતું.
વાઇરલ વિડિયોમાં બોલનાર વ્યક્તિ પોતાનો પરિચય ઝાઝરિયા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે આપી રહ્યો છે. અને ગામના સરપંચ મુકેશભાઇ કોઇ લેડિઝના વાતોમાં લપેટાઇને તેમના માટે બિનજરૂરી રીતે હેરાન પરેશાન કરી રહ્યાં છે અને આચાર્ય દલિત હોવાથી તેમને (ગાળ બોલીને) ભણાવતા ક્યાં આવડે…એમ કહીને ક્ષાતિઆધારીત અપમાન કરી રહ્યાં છે.
આ વિડિયોમાં બોલનાર વ્યક્તિ કહે છે કે ગામનો સરપંચ યોગ્ય વ્યક્તિ નથી અને તેમને મારી નાંખે તેમ છે. તેમનો વાંક ટલો જ છે કે તે બાળકોને સારૂ ભણાવે છે અને સવારે વહેલા આવીને બાળકોને વધુ ભણાવે છે અને કતેને લઇને સરપંચે તેમનું અપમાન કર્યું હતું.
જાણવા મળ્યા મુજબ, વાઇરલ વિડિયોમાં રહેલ શિક્ષકે આપઘાત કર્યો છે. અને હવે તેમને ન્યાય મળશે કે નહિ ? સરપંચ વિરોધ ફરિયાદ નોંધાશે કે નહીં…કે પછી આવા કિસ્સામાં થતુ આવ્યું છે એમ આ થો ખોટુ છે અને હું નિર્દોષ છું તથા પોલીસ પણ વગવાળાને બચાવવાનો પ્રયાસ કરશે તો આ આપઘાતનું પાપ પોલીસના માથે પણ લાગી શકે તેમ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.




