Blog

શામળાજી મંદિરમાં કાળિયા ઠાકોરનો જન્મ મહોત્સવ ઉજવાયો…

પ્રતિનિધિ:જયદીપ ભાટીયા…..

અરવલ્લી જિલ્લામાં શામળાજી મંદિરમા શામળિયા ને અવનવા વાઘા-આભૂષણથી શણગાર કરવામાં આવ્યો હતો. ઉપરાંત શોના ચાંદીના આભૂષણ તેમજ પિતામ્બર વસ્ત્રો પહેરાવ્યા હતા.

નંદ ઘેર આનંદ ભયો..જય કનૈયા લાલ કી એવી ધૂન સાથે શામળીયાને ચંદનથી તિલક કરવામાં આવ્યા હતો, આ પ્રસંગે મંદિર પરિસરમા અપાર ભક્તોની ભીડ જોવા મળી હતી.

ત્યારબાદ, મંદિર પરિસર તેમજ આજુ બાજુમાં 108 મટકી ફોડનો કાર્યક્રમ પણ યોજાયો હતો મંદિર પરિસરમા પોલીસ જવાનો અને આર્મી જવાનો દ્વારા ધજા ચડાવાશે.

Related Articles

Back to top button