મતદારોના સતત સાથી અને હમદર્દ એટલે ધારાસભ્ય રાજુભાઇ ચાવડા…!
મતદારોના સતત સાથી અને હમદર્દ એટલે ધારાસભ્ય રાજુભાઇ ચાવડા...!
ચૂંટણી આવી એટલે કેટલાક જનપ્રતિનિધિઓ મતવિસ્તારમાં ફરકતા જોવા મળે. પણ ભાજપના જનપ્રતિનિધિ-ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા કે જેઓ મતદારોમાં રાજુભાઇના હુલામણાં નામથી લોકપ્રિય છે તેઓ સતત પ્રજાની વચ્ચે જ જોવા મળે છે.
પોતાના મતવિસ્તારની તેઓ એક નાના બાળકની કાળજી લેવાય એ રીતે મત વિસ્તારમાં સતત ફરીને લોકોના દુખદર્દ પૂછી રહ્યાં છે. તેમના હસ્તે જ એક કાર્યક્રમમાં દેવીપૂજક પરિવારોને વીજ જોડાણનો અમૂલ્ય લાભ મળ્યો છે.
વિગતે જોઇએ તો, હિમતનગર તાલુકાના જામળા ગામે દેવીપુજક તથા મારવાડી છાપરા વિસ્તારમાં આઝાદી પછી આજે પહેલીવાર મફત મીટર યોજના હેઠળ કનેકશન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
તેમજ આજ વિસ્તારમાં ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિહ ચાવડાસાહેબના હસ્તે ત્રણ આરસીસીરોડ તથા ૧૫૦ મીટર લાંબી નવીન ગટર લાઇનના કામોનું ખાત મુહુર્ત પણ કરવામાં આવ્યું હતું..




