sabarkathaराष्ट्रीय

માનવીય સદકાર્ય કરનાર દાનવીર ગોપાલસિંહબાપુની સેવાને બિરદાવતી સંસ્થાઓ..

માનવીય સદકાર્ય કરનાર દાનવીર ગોપાલસિંહબાપુની સેવાને બિરદાવતી સંસ્થાઓ..

માનવતાની સરવાણી જેમના નસે નસેમાં વહે છે એવા સાબરપુત્ર ગોપાલસિંહ રાઠોડ(એનજી પ્રોડક્ટ) દ્વારા વિવિધ પ્રસંગે માનવતાના એવા કાર્યો કરવામાં આવે છે કે તે જોઇને લોકો તેમનવા વખાણ કરતાં થાકતા નથી. તેમણે નિઃસ્વાર્થપણ જે મદદ કે સહાય કે વ્યવસ્થા કરી હોય તેના પ્રત્યુતરમાં જે તે લાભાર્થી પ્રેમભર્યા પત્રો પાઠવીને તેમનો આભાર માને છે અને તેમની ગુણગાન કરતાં થાકતા નથી.

આવા કમ સે કમ ત્રણ પત્રો પ્રેમભર્યા માનવતાના વીર એવા ગોપાલસિંહને લખ્યા છે જે સાર્વજનિક કરવામાં આવ્યા છે. જેથી આ પ્રકારની સહાય અન્ય કોઇ જરૂરીયાતવાળાને જોઇતી હોય તો મળી શકે અને તેઓ આપી શકે.

માનસિક વિવ્યાંગ બાળકોની સંસ્થાનો પત્ર

કુશળ હશો વિશેષ જણાવવાનું કે ગુજરાત રાજ્યના માજી ગૃહમંત્રીશ્રી તેમજ દીવ દમણને દાદરાનગર હવેલીના પ્રશાસક અને હિંમતનગરના લોકલાડીલા પૂર્વ ધારાસભ્યશ્રી પ્રફુલભાઇ પટેલના જન્મદિવસને વિશેષ રીતે ઉજવણીના ભાગરૂપે માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થામાં કેક કાપી બાળકોને ફ્રુટની વહેંચણી કરીને અમારી સંસ્થામાં આવો કાર્યક્રમ કરવા પસંદ કરી સહભાગી બનાવ્યા તે બદલ સંસ્થા પરિવાર આપનો હૃદયપૂર્વક આભાર માને છે . સંસ્થા તરફ અને આ દેવના દીધેલ “ બાળકો પ્રત્યે ” આપની અમી દ્રષ્ટિ થકી કાયમ આશીર્વાદ મળતા રહે એજ અભ્યર્થના સહ .

મમતા વિકલાંગ શિશુ વિદ્યામંદિરનો પત્ર

શ્રી ગોપાલસિંહજી રાઠોડ એન.જી , પ્રોજેકટ લિમિટેડના ડાયરેક્ટર ધ્વારા અચાનક અવસાન થતાં દર્દી માટે કફન ( મૃત થયેલ વ્યક્તિને ઓઢાડવા માટે ઉપયોગમાં લેવાતું કપડું ) ની જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ સંગ્ન જનરલ હોસ્પિટલ હિંમતનગર ના તાત્કાલિક સારવાર વિભાગમાં ઉપલબ્ધ કરાવેલ છે તો આપના આ સરાહનીય કાર્ય બદલ જી.એમ.ઇ.આર.એસ.મેડિકલ કોલેજ સંગ્ન જનરલ હોસ્પિટલ હિંમતનગર આપનો આભાર વ્યક્ત કરે છે , અને તેમના ઉજવળ ભવિષ્યની કામના કરે છે .

સીવીલ હોસ્પિટલ હિંમતનગર

મહોદયશ્રી , જય ભારત સહ દમણ – દીવ દાદરા નગર હવેલી તથા લક્ષદ્વિપના પ્રશાસક , રાજયના પૂર્વ ગૃહમંત્રી માનનીયશ્રી પ્રફુલભાઈ પટેલના ૬૬ માં જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવવા મમતા દિવ્યાંગ શિશુ વિદ્યામંદિર , હિંમતનગર ખાતે આપના તરફથી કાર્યક્રમનું આયોજન કરવા બદલ દિલથી આભાર .. આ પ્રસંગે સંસ્થાના બાળકોને આપના સૌજન્યથી મીષ્ટ ભોજન તથા ફુટસનું વિતરણ કરવામાં આવ્યું . શહેરના શ્રેષ્ઠીશ્રીઓ , નગરપાલિકાના પ્રમુખશ્રી , સદસ્યશ્રીઓ તથા આમંત્રીત મહેમાનોની પ્રેરક ઉપસ્થિતીમાં શ્રી પ્રફુલભાઈ સાહેબને શુભેચ્છા પાઠવી ધન્યતા અનુભવી . સમગ્ર કાર્યક્રમના માર્ગદર્શન , સફળ આયોજન અને હદયપુર્વકના સૌજન્ય બદલ પુનઃ આભાર … જયંતિભાઈ પટેલ ( સ્થાપક અને મેને.ટ્રસ્ટી ) મમતા દિવ્યાંગ શિશુ વિદ્યામંદિર , હિંમતનગર .

Related Articles

Back to top button