राष्ट्रीय

રામલલાનું થયું પ્રથમ સૂર્યતિલક..અયોધ્યા મંદિરમાં ભવ્ય અને દિવ્ય અદભૂત નજારો….

રામલલાનું થયું પ્રથમ સૂર્યતિલક..અયોધ્યા મંદિરમાં ભવ્ય અને દિવ્ય અદભૂત નજારો....

આજે દેશમાં ધામધૂમથી રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતે રામનવમીનું વિશેષ મહત્વ છે. કારણ કે અયોધ્યામાાં રામ મંદિરના નિર્માણ પછી રામલલાની આ પ્રથમ રામનવમી છે. આ દરમિયાન રામલલાની વિશેષ-પૂજા અર્ચના કરવામાં આવી હતી. મંત્રોચ્ચારની સાથે રામલલાનો સૂર્યાભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રામ મંદિરમાં વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો છે. રામનવમીના પ્રસંગે રામ મંદિરના કપાટ ભક્તો માટે સવારે 3.30 વાગ્યાથી ખોલી નાખવામાં આવ્યા હતા. એમ કહેવામાં આવી રહ્યું છે કે રાતે 11 વાગ્યા સુધી ભક્ત રામલલાના દર્શન કરી શકશે. એવામાં મંદિરમાં શ્રદ્ધાળુંઓની ભીડ જમા થઈ છે. બપોરે 12.16 કલાકે રામલલાનું સૂર્યતિલક કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામલલાના સૂર્યાભિષેકના પ્રસંગે જયશ્રી રામના નારા લગાવ્યા હતા. તેમણે વિશ્વભરના રામભક્તોને આગ્રહ કર્યો હતો કે તેઓ આ અદભૂત ક્ષણના સાક્ષી જરૂર બને. પીએમ મોદીએ કહ્યું કે દિવ્ય-ભવ્ય રામ મંદિરમાં રામલલાની પ્રાણ-પ્રતિષ્ઠા પછી આ પ્રથમ રામનવમી છે. જેમાં પ્રભુ શ્રીરામના સૂર્યતિલકનો અલૈકિક પ્રસંગ પણ આવ્યો છે. વિશ્વભરના રામ ભક્તોને મારો આગ્રહ છે કે તે આ અદભૂત ક્ષણના સાક્ષી જરૂર બની.

રામ મંદિરમાં હાલ અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. આસ્થા અને વિજ્ઞાનના સંગમથી રામલલાનો સૂર્યાભિષેક કરવામાં આવ્યો હતો. આ દરમિયાન રામલલાનું કપાળ સૂર્યના કિરણોથી ઝળહળી ઉઠ્યું. 500 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત શ્રીરામનો સૂર્યાભિષકે થયો છે.

Related Articles

Back to top button